PGVCL: ભાવનગરમાં પી.જી.વી.સીના દરોડા, ચેકીંગ દરમિયાન 31 લાખની વીજ ચોરી પકડાઇ
પીજીવીસીએલની ટીમે આજે ભાવનગર જિલ્લામાં એક મેગા ચેકીંગ હાથ ધર્યુ હતુ,
PGVCL: ભાવનગર જિલ્લામાં પી.જી.વી.સીએ મોટી કાર્યવાહી શરૂ કરી છે, વીજ ટીમે પોતાના મેગા ચેકીંગ દરમિયાન 31 લાખથી વધુની વીજ ચોરીને પકડી પાડી છે.
પીજીવીસીએલની ટીમે આજે ભાવનગર જિલ્લામાં એક મેગા ચેકીંગ હાથ ધર્યુ હતુ, જેમાં કુલ ૪૨ જેટલી ટીમોએ પોતાની કાર્યવાહીમાં ૩૧.૬૪ લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. આ મેગા ચેકિંગ દરમિયાન શહેર અને જિલ્લામાં કુલ ૪૩૧ પૈકી ૧૨૮માં વીજ ચોરી થતી હોવાનું બહાર આવ્યું છે, ગેરકાયદેસર વીજળીની ચોરી કરતા તમામ પકડાયેલા લોકોને પીજીવીસીએલ તરફથી દંડ ફટકારવામાં આવ્યો છે.
Rajkot: ચોમાસા પહેલા PGVCLની કામગીરી માત્ર કાગળ પર દેખાઇ, મોતના માચડા સમાન ખુલ્લા વાયરોથી લોકોમાં ભય
Rajkot: રાજકોટમાં પીજીવીસીએલની કામગીરી પર સવાલો ઉભા થયા છે, ચોમાસાને માત્ર ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, છતાં પણ શહેરમાં PGVCL વાયરોને યોગ્ય રીતે ગોઠવી નથી શકતી, આ વાતને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે, ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, છતાં પણ PGVCLની પ્રી મૉનસુન કામગીરી કાગળ પર જ જોવા મળી રહી છે. પીજીવીસીએલ દ્વારા કે મનપા ગાર્ડન શાખા દ્વારા શહેરમાં હજુ પણ અલગ અલગ જગ્યાએ વૃક્ષોનું સ્ટ્રીમિંગ કરવામાં નથી આવ્યુ. દર વર્ષે શહેરમાં અનેક રાજમાર્ગો પર વૃક્ષો અને ડાળીઓ પડી જાય છે, અને આ કારણે લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચે છે, અને ચોમાસામાં રસ્તોઓ પણ બંધ થઇ જાય છે. તો મોતના માચડા સમાન આ કેટલાય વૃક્ષોમાંથી આ PGVCLના વાયરો પસાર થાય છે, એવી ડાળીઓને ક્યારે દુર કરાશે તેની લોકો રાહ જોઇ રહ્યાં છે. એટલુ જ નહીં લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, PGVCL અંડર ગ્રાઉન્ડ વાયરીંગ કરે અને દર વર્ષે હજારો વૃક્ષો કપાતા બચાવે. પીજીવીસીએલ દ્વારા દર વર્ષે વૃક્ષો અને તેની ડાળીઓ કાપવામાં આવે જેના પર શહેરની ગ્રીનરીને પણ અસર પહોંચે છે.
Bhavnagar: ભાવનગરમાં 3 માળનું મકાન ધરાશાયી, 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
Bhavnagar: ભાવનગર શહેરનાં ભરતનગર વિસ્તારમાં દુર્ઘટના ઘટીછે. હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયું મકાન ધરાશાયી થયું છે.આ દુર્ઘટનામાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે. હાલ 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઘટનાને લઈ FIR વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. હાઉસિંગ બોર્ડના મકાનો છેલ્લા 10 વર્ષથી અત્યંત જર્જરિત બની ચુક્યા છે. અવાર-નવાર હાઉસિંગ મકાનમાં દુર્ઘટનાઓ થતી હતી આમ છતાં અધિકારીઓ દ્વારા રિનોવેશન માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દુર્ધટનાને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે.