(Source: ECI/ABP News/ABP Majha)
ભાવનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, મહિલાને અન્ય બ્લડ ગ્રુપનું લોહી ચડાવી દેતાં મોત
ભાવનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. તારીખ 28ના રોજ ગીતાબેન સોલંકી નામની મહિલાને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર લઈ રહેલ મહિલાને અન્ય બ્લડ ગ્રુપનું લોહી ચડાવી દેતાં મોત નીપજ્યું.
ભાવનગર: ભાવનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે જેમા એક મહિલાનું મોત થયું છે. તારીખ 28ના રોજ ગીતાબેન સોલંકી નામની મહિલાને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર લઈ રહેલ મહિલાને અન્ય બ્લડ ગ્રુપનું લોહી ચડાવી દેતાં મોત નીપજ્યું હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. મૃતકના પરિવારજનોએ પેનલ પી.એમ ની માંગ કરી છે. આ ઉપરાંત જો યોગ્ય ન્યાય નહીં મળે તો લાશ સ્વીકારશે નહીં તેવું પણ પરિવારજનો કહી રહ્યા છે. તો બીજી તરફ બેદરકારી દાખવનાર ડોક્ટર પર એફઆઈઆર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને દલિત સમાજના લોકો એકઠા થઈ રહ્યા છે અને આ ઘટના અંગે યોગ્ય ન્યાયની માગ કરવામાં આવી છે. જો કે આ ઘટના અંગે તે વિભાગના એચઓડીએ સમગ્ર વાતનો ઇનકાર કરી દીધો છે.
ક્યું ગીત વાગતા ગ્રીષ્માના પરિવારને મળવા આવેલા હર્ષ સંઘવી રડી પડ્યા
સુરત: ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા મળ્યા બાદ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હર્ષ સંઘવીને જોતા જ ગ્રીષ્માના પરિવારના સભ્યોની આંખમાં આંસુ આવી ગયા હતા તો બીજી તરફ કાળજા કેરો કટકો ગીતા વાગતા હર્ષ સંઘવી પણ રડી પડ્યા હતા. થોડીવાર માટે વાતાવરણ ગમગીન બની ગયું હતું. ગ્રીષ્માના હત્યારાને ઓછા સમયનાં ફાંસીની સજા મળતા સૌ કોઈ સુરત પોલીસ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. આજે ગ્રીષ્માના ઘરે ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા હર્ષ સંઘવી તમામ કાર્યક્રમો રદ કરી હાજર રહ્યા હતા.
વચન પૂરુ કર્યા બાદ ગ્રીષ્માના ઘરે પહોંચ્યા હર્ષ સંઘવી, પરિવારના આંસુ લુછ્યા
સુરત : ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનીલને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જ્યારે આ હત્યાની ઘટના બની ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને વચન આપવામાં આવ્યું હતું કે હું મારી બહેન ગ્રીષ્માને ન્યાય અપાવીશ. હવે જ્યારે કોર્ટે હત્યારાને ફાંસીની સજા સંભળાવી છે ત્યારે પોતાનું વચન પૂરૂ કર્યા બાદ હર્ષ સંઘવી ગ્રીષ્માના ઘરે પહોંચ્યા હતા.
આ સમયે ગર્ષ સંઘવીને જોતા ગ્રીષ્માના પરિવારના સભ્યોની આંખમાં આંસુ છલકાયા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમના આંસુ લુછ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે તમામ પોગ્રામો કેન્સલ કરી ગ્રીષ્માના પરિવારને મળવા પહોંચ્યા હતા. તો બીજી તરફ આરોપીને ફાંસીની સજા થતા ગ્રીષ્મા પરિવારમાં સંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માનો પરિવાર કામરેજના પાસોદ્રા ગામે રહે છે. હાલમાં મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર છે. આ પ્રસંગે ગૃહમંત્રીએ સુરત પોલીસનો આભાર માન્યો હતો.
ગ્રીષ્મા વેકરીયા હત્યાકેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા, જાણો હવે આગળ શું થશે
સુરતના ચાકહરી ગ્રીષ્મા વેકરીયા હત્યાકેસમાં આજે સુરત કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે ગ્રીષ્માના હત્યારા આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવી છે. ગ્રીષ્માની હત્યા કરનારા ફેનિલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી તે ચુકાદાને અનેક લોકો બિરદાવી રહ્યા છે. પણ આ કેસમાં થશે એ જાણવા સૌ કોઈ આતુર છે. હત્યારા ફેનિલનું ડેથ વોરંટ કયારે જાહેર થશે અને ક્યાં દિવસે ફાંસી આપવામાં આવશે એ સૌ કોઈ જાણવા માંગે છે. આ દરમિયાન ફેનિલના વકીલનું નિવેદન સામે આવ્યું છે.