Bhavnagar: ગુજરાતની આ કોલેજના આચાર્યએ વિદ્યાર્થિનીઓને ભાજપમાં જોડાવા ફરમાન કરતા ચકચાર
ભાવનગરમાં આવેલ ગાંધી મહિલા કોલેજના આચાર્યએ વિચિત્ર આદેશ આપતા સમગ્ર રાજ્યામાં ચકચાર મચી જવા પામી છે. કોર્પોરેશનની હદમાં રહેતી વિદ્યાર્થિનીઓ ભાજપની પેજ કમિટીના સભ્ય બને તેવો આદેશ કરતા રાજકીય ગરમાયો આવ્યો છે
ભાવનગર: શહેરમાં આવેલ ગાંધી મહિલા કોલેજના આચાર્યએ વિચિત્ર આદેશ આપતા સમગ્ર રાજ્યામાં ચકચાર મચી જવા પામી છે. કોર્પોરેશનની હદમાં રહેતી વિદ્યાર્થિનીઓ ભાજપની પેજ કમિટીના સભ્ય બને તેવો આદેશ કરતા રાજકીય ગરમાયો આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાને બદલે ભાજપની સંસ્થા હોય તેમ સભ્ય બનાવવા માટે વિદ્યાર્થીનીઓને આદેશ આપતાં વિવાદ શરૂ થયો છે. આચાર્યએ ભાજપ પક્ષમાં સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે દરેક વિદ્યાર્થિનીઓએ મોબાઈલ ફોન લઈને ફરજિયાત આવવું તેવું પણ સૂચન કર્યું હતું.
જો કે, વિવાદ વધતા આખરે આચાર્યએ રાજીનામું આપી દીધુ છે. ભાવનગરની મહિલા કોલેજની વિદ્યાર્થિઓની ભાજપની સદસ્ય આપવા અંગેના વિવાદને લઈ ઇન્ચાર્જ કાર્યકારી મહિલા આચાર્યએ સમગ્ર મામલે રાજીનામું આપ્યું છે. આ આચાર્યએ 24 જૂનના રોજ નોટીસ જાહેર કરી હતી. તેમાં વિદ્યાર્થિનીઓને જણાવવાનું કે ભાજપ પક્ષમાં પેજ કમિટીના સભ્ય તરીકે નોંધણી માટે દરેક વિદ્યાર્થિનીઓએ આવતીકાલે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને આવે. ભાવનગર મહાનગરપાલિકાની હદની અંદર વિદ્યાર્થિનીઓ જ સભ્ય બની શકશે તેવું નોટિસમાં લખ્યું હતું. આ અભિયાનમાં જોડાવા દરેક વિદ્યાર્થિનીઓ મોબાઇલ લઈને કોલેજે આવવું જરૂરી છે તેવું નોટિસમાં આદેશ અપાયો હતો.
આ આદેશ બાદ ભૂકંપ સર્જાયો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કુલપતિની ઓફિસમાં પહોંચી હલ્લાબોલ કરી વિરોધ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા વિરોધ કરી મહિલા આચાર્યને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી કોના દ્વારા ભાજપ સભ્ય બનાવવા માટે જણાવવામાં આવ્યું હતું તે તપાસ કરવામાં આવે તેવી માંગ મૂકી હતી. આ ઉપરાંત કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા કાર્યકારી કુલપતિને બંગડી આપવામાં આવી હતી. સાથે જ આમ આદમી પાર્ટી પણ રામધૂન સાથે કુલપતિના ઓફિસમાં બેસી ગઈ અને વિરોધ કર્યો હતો. ભાજપમાં પેજ કમિટીના સભ્ય બનાવવાનો મહીલા આચાર્યની નોટિસનો વિવાદ વધુ ઉગ્ર બનતો જાય છે. તાત્કાલિકના ધોરણે કુલપતિ દ્વારા તપાસના આદેશ આપવામાં આવે તેવી બંને પક્ષો દ્વારા માંગ મૂકવામાં આવી છે.
સામાન્ય રીતે કોઈ શૈક્ષણિક સંસ્થામાં વિધ્યાર્થીઓને કોઈ પણ પાર્ટીમાં સત્તાવાર સભ્ય બનવવા માટેના આદેશ અપાતા નથી પરંતુ મહિલા કોલેજ દ્વારા ગઈકાલે આચર્યાની ભૂલ કે પછી કોઈની ચડામણીના કારણે નોટિસ બહાર પાડવાનો મુદ્દો હાલ તો વિપક્ષને આંદોલન માટેનો મુદ્દો મળી ગયો છે અને તે પણ શિક્ષણ મંત્રીના શહેરમાં જ તે એક નવાઈ છે.