(Source: ECI/ABP News/ABP Majha)
Bhavnagar: એકલા રહેતા વૃદ્ધો માટે લાલબત્તિ સમાન કિસ્સો! મહુવામાં દંપત્તિને ઢોર માર મારી લાખોની લૂંટ
ભાવનગર: મહુવા તાલુકામાં લુંટારુ ગેગ સક્રિય થઈ છે. કરમદીયા ગામે મધ રાત્રિના સમયે વૃદ્ધ દંપતીનાં ઘરમાં પ્રવેશીને મૂઢમાર મારી હુમલો કરવામાં આવ્યો હતો અને લૂંટારું ગેગે સોના ચાંદીના દાગીના અને લાખો રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.
ભાવનગર: મહુવા તાલુકામાં લુંટારુ ગેગ સક્રિય થઈ છે. કરમદીયા ગામે મધ રાત્રિના સમયે વૃદ્ધ દંપતીનાં ઘરમાં પ્રવેશીને મૂઢમાર મારી હુમલો કરવામાં આવ્યો હતો અને લૂંટારું ગેગે સોના ચાંદીના દાગીના અને લાખો રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ ગેગે વૃદ્ધ મહિલાના કાનમાંથી પણ સોનાના બૂટીયા ખેચી લીધા હતા. પરિવારની સાથે સુતેલી દીકરીને પણ માર માર્યો હતો. આ બનાવ બાદ લોહી લુહાણ હાલમાં દંપતીને મહુવાની ખાનદાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ભાવનગર જિલ્લામાં લૂંટ અને મારામારીના બનાવો હવે સામાન્ય થઈ ચૂક્યા છે. જિલ્લામાં પોલીસનો કોઈ ડર જ ન હોય તે પ્રમાણે એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. મહુવા તાલુકાના કરમદિયા ગામે પટેલ સોસાયટી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ દંપતિને ત્યાં સાતથી આઠ લોકોએ ઘરની અંદર પ્રવેશીને તિજોરીમાં રહેલા લાખો રૂપિયાની ચોરી કરી હતી. આ સાથે જ સોના ચાંદીના દાગીના પણ ઉઠાવી લીધા છે. લૂંટારું ગેંગ દ્વારા વૃદ્ધ દંપતી જાગી જતા બંને પર મૂઢમાંર હુમલો કરવામાં આવ્યો હતો અને વૃદ્ધ મહિલાનાં કાનમાં રહે સોનાના ઘરેણા પણ કાઢી લીધા હતા તેમની નજર સામે જ 10 લાખથી વધુની ચોરી સાથે લૂંટ કરવામાં આવી છે.
જિલ્લામાં સતત ફરિયાદ રહેતી હોય છે કે ગામડાઓમાં પોલીસનું પેટ્રોલિંગ થતું જ નથી જેના કારણે આવારાતત્વો અને ચોર લૂંટારાઓ બેફામ બન્યા છે. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ગત મોડી રાત્રિના એકથી બે વાગ્યાના અરસામાં આ લૂંટારું ગેંગના સભ્યો ઘરમાં પ્રવેશ્યા હતા. જોકે આ બનાવ અંગે કરમદીયા ગામમાં હોહાપોમચી જતા ઘટના અંગે પોલીસની જાણ કરવામાં આવી હતી. સાથે જ ઇજાગ્રસ્ત લાભ શંકરભાઈ લાધવા અને તેમની પત્ની જીકુબેન લાધવા અને સાથે રહેલ દીકરી માયા બેનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મહુવા તાલુકાના કરમદીયા ગામે આ બનાવ સામે આવતા ભાવનગર જિલ્લાની પોલીસ ટીમ એક્શનમાં આવી છે. ડીવાયએસપી સહિતના અધિકારીઓ બનાવ સ્થળપર પહોંચીને વધુ તજ વિજ હાથ ધરી હતી. આ સાથે જ લૂંટારુ ગેંગના સભ્યોને પકડી પાડવા માટે પોલીસે અલગ અલગ ટુકડીઓ બનાવીને તપાસ શરૂ કરી દીધી છે. જો કે નાનકડા એવા કરમદયા ગામમાં લુટ સાથે ચોરીનો બનાવ બનતા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.