Bhavnagar : ભર ઉનાળે ભાવનગરમાં ત્રણ દિવસનો વીજકાપ, અડધા શહેરમાં વીજ પુરવઠો બંધ રહેશે
Bhavnagar News : શહેરમાં 23,24,25 તારીખે મોટાભાગના ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
Bhavnagar : ભાવનગર શહેરમાં ફરી એક વખત વીજકાપ ઝીકવામાં આવ્યો છે. આવતી કાલ 23 તારીખથી અડધા ભાવનગરમાં ત્રણ દિવસ સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તારીખ 23,24 અને 25 એમ ત્રણ દિવસ મોટાભાગના ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. નવાબંદર, એરપોર્ટ, રુવા, ખેડૂત વાસ, પ્રભુદાસ તળાવ, આનંદ નગર, જૂની એલ.આઈ.જી, દીપક ચોક સાહિતના અલગ-અલગ વિસ્તારોમાં 7 કલાક જેટલો વીજકાપ રહેશે. ભર ઉનાળે ભાવનગર શહેરના અલગ-અલગ વિસ્તારમાં ત્રણ દિવસ માટે વીજકાપ રહેતા શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે. મેન્ટેનન્સની કામગીરીના કારણે વીજ પુરવઠો બંધ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે
બે પરિવારો વચ્ચે થયેલી મારામારીમાં યુવાનની હત્યા
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સરતાનપર બંદર રોડ ઉપર એકજ કુટુંબના બે પરિવારો વચ્ચે મારામારી થતા એક યુવાનની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે.બે પરિવારો વચ્ચે થયેલી મારામારીમાં 27 વર્ષના યુવાનની હત્યા થઇ છે. આ મૃતક યુવાકનું નામ રુસ્તમ કુરેશી હોવાનું જાણવા મળેલ છે. મારામારીની આ ઘટનામાં ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અનુસંધાને પોલીસનો મસમોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
મહુવામાં પિતાએ પુત્રીને ગળેફાંસો આપી પોતે પણ આત્મહત્યા કરી
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રતનપર નવાગામ ખાતે બન્યો છે. અહીં બે વર્ષની દીકરીને ગળેફાંસો આપી પિતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. શૈલેષભાઈ બાંભણિયા નામના પિતાએ પોતાની બે વર્ષની દીકરી નિશાને ઝાડ સાથે લટકાવી, ગળેફાંસો આપી પોતે પણ ગળાફાંસો ખાઇ લીધો છે. આ ઘટનામાં મૃતક શૈલેષભાઈ નામના પતિ વિરુદ્ધ તેમના પત્નીએ તેમની દીકરીની હત્યા કરી અંગેનો 302 મુજબ ગુનો નોંધ્યો છે. સમગ્ર બનાવ અંગે બગદાણા પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બનાવ અંગેની હાલ તજવીજ હાથ ધરાઈ છે.