Pahalgam Terrorist Attack :પહલગામ આતંકી હુમલામાં મોટો ખુલાસો, 2 મહિના પહેલા જ ઘડાયું હતું કાવતરૂં
Pahalgam Terrorist Attack:કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોએ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કાશ્મીરમાં કેટલાક પર્યટન સ્થળો, ખાસ કરીને હોટલોની રેકી કરી હતી

Pahalgam Terrorist Attack:પહેલગામ આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યાં છે. તેમાંથી એક યુએઇનો નાગરિક છે અને બીજો નેપાળ નાગરિક છે. દરમિયાન હુમલાને લઈને મહત્વની માહિતી સામે આવી છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ એપ્રિલના પહેલા અઠવાડિયામાં કાશ્મીરના ઘણા પ્રવાસન સ્થળોની તપાસ હાથ ધરી હતી. આમાં પહેલગામની હોટલો પણ હતી. એવું પણ સામે આવ્યું છે કે પહેલગામ આતંકી હુમલો ત્રણથી વધુ આતંકીઓએ કર્યો હતો.
કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોએ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કાશ્મીરમાં કેટલાક પર્યટન સ્થળો, ખાસ કરીને હોટલોની રેકી કરી હતી. કાશ્મીરના આ પર્યટન સ્થળોમાં પહેલગામની કેટલીક હોટલો પણ સામેલ હતી. સુરક્ષા એજન્સીઓને આ મામલે પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા પર શંકા છે. 1 થી 7 એપ્રિલ દરમિયાન રેકી કરવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણથી વધુ આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો.
પહલગામ આતંકી હુમલામાં 26 લોકોના મોતની આશંકા છે. તેમાં બે વિદેશી છે, એક નાગરિક છે. હુમલા બાદ પ્રવાસીઓને મદદ અને માહિતી આપવા માટે ઈમરજન્સી હેલ્પ ડેસ્ક સ્ટાર્ટ કરવામાં આવી છે. પોલીસનો સંપર્ક કરવા માટે 9596777669, 01932225870 (9419051940 WhatsApp) નંબર જાહેર કરવામાં આવ્યા છે.
આતંકવાદી હુમલા અંગે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના કાર્યાલયે કહ્યું છે કે આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આખો દેશમાં આક્રોશ છે અને આપણા સૈનિકોનું લોહી ઉકળી રહ્યું છે. હું રાષ્ટ્રને ખાતરી આપવા માંગુ છું કે પહેલગામ હુમલાના ગુનેગારોને તેમના ઘૃણાસ્પદ કૃત્યની ખૂબ જ ભારે કિંમત ચૂકવવી પડશે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.




















