PM બોરિસ જોનસને આપ્યું રાજીનામુ, 41 મંત્રીઓના વિરોધ બાદ ખુરશી છોડવા બન્યાં મજબુર
બોરિસ સરકારમાં રાજીનામાનો દોર ચાલુ છે. હોમ ઓફિસ મિનિસ્ટર (ન્યાય) વિક્ટોરિયા એટકિન્સે બાદ હવે બોરિસે પણ રાજીનામું આપી દીધું છે. જાણીએ શું છે સમગ્ર મામલો
બોરિસ સરકારમાં રાજીનામાનો દોર ચાલુ છે. હોમ ઓફિસ મિનિસ્ટર (ન્યાય) વિક્ટોરિયા એટકિન્સે બાદ હવે બોરિસે પણ રાજીનામું આપી દીધું છે.
બોરિસ સરકારના મંત્રી જોન ગ્લેને પણ રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્વીટ કર્યું કે હું ખેદ સાથે સરકારમાંથી રાજીનામું આપી રહ્યો છું. હું આ મામલે મીડિયા ઈન્ટરવ્યુ નહીં કરું. 24 કલાકથી ઓછા સમયમાં બ્રિટિશ સરકારના 16 અગ્રણી લોકોએ રાજીનામું આપ્યું છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન પર રાજીનામું આપવાનું દબાણ વધી ગયું હતું રહ્યું છે.
ક્રિસ પિન્ચરની આસપાસનો વિવાદ શું છે?
બ્રિટનમાં સાંસદ ક્રિસ પિન્ચર પર દારૂના નશામાં જાતીય દુર્વ્યવહાર અને લોકો સાથે ગેરવર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વાતની જાણ હોવા છતાં બ્રિટિશ પીએમ બોરિસ જોન્સને તેમને પ્રમોશન આપ્યું હતું, જે બાદ તેમના નેતૃત્વ પર સવાલો ઉભા થયા હતા. સરકારને ભારે ફટકો પડ્યો. વિપક્ષ તો હુમલાખોર તો હતો જ, સાથે જ જોન્સનની પોતાની પાર્ટીના સાંસદો પણ સવાલો ઉઠાવી રહ્યા હતા. જોકે, પીએમ બોરિસ જોન્સને પાછળથી સ્પષ્ટતા કરી હતી કે ક્રિસ પિન્ચરનું પ્રમોશન ખોટો નિર્ણય હતો. આ મુદ્દો ત્યારે હેડલાઇન્સમાં હતો જ્યારે પીએમ જોન્સન પહેલેથી જ 'પાર્ટી ગેટ' એપિસોડથી ઘેરાયેલા હતા.
કેમ વધ્યું હતું રાજીનામાનું દબાણ
બ્રિટનના પીએમ બોરિસ જોન્સન ગયા મહિને વિશ્વાસ મત જીતવામાં સફળ થયા હતા. આવી સ્થિતિમાં, કન્ઝર્વેટિવ પાર્ટીના નિયમો અનુસાર, તેમની વિરુદ્ધ એક વર્ષ સુધી બીજો અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાય નહીં. જો કે, પાર્ટીના ઘણા સાંસદો ઈચ્છતાં હતા કે આ સમયગાળો ઘટાડવામાં આવે અથવા નાબૂદ કરવામાં આવે. ઘણા સાંસદો બાકીના મંત્રીઓ પર પણ રાજીનામું આપવા દબાણ કરી રહ્યા હતા.. ઘણા મંત્રીઓ અને સાંસદો પીએમ બોરિસ જોન્સનના નેતૃત્વ પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેનો મુખ્ય હેતુ પીએમ બોરિસ જોન્સનને રાજીનામું આપવા દબાણ હતું .