શોધખોળ કરો
Advertisement
સોના અને ચાંદીની કિમતમાં આજે સામાન્ય ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
2021માં સોનાની કિંમત સુસ્ત રહી શકે છે. કોરોના રસીના અહેવાલ આવ્યા બાદ સોનાની કિંમતાં ઘટાડો થવાનું શરૂ થયું છે.
કોરોના વાયરસનો નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ રોકાણકારો સચેત જોવા મળી રહ્યા છે. હાલમાં જ સ્ટોક માર્કેટમાં મોટા ઘટાડા બાદ બજારમાં ફરીથી તેજી જોવા મળી રહી છે. એવામાં સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું બુધવારે સવારે લગભગ 10-30 કલાકે એમસીએક્સ પર 34 રૂપિયાના ઘટાડા સાથે 50047 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદી 143 રૂપિયાના ઘટાડા સાથે 66728 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યું હતું.
દિલ્હીમાં સોનાના ભાવ
સ્થાનીર ગોલ્ડ માર્કેટમાં મંગળવારે સોનું 243 રૂપિયા ઘટીને 49653 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યું હતું. વૈશ્વિક બાજરમાં સોના, ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેની અસર ઘરઆંગણે જોવા મળી છે. ચાંદીની કિંમત પણ મંગળવારે 216 રૂપિયા ઘટીને 67177 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી. આ પહેલા તે 67393 રૂપિયા પ્રતિ કિલો પર બંધ રહી હતી. વૈશ્વિક બજારમાં સોનું 1868 ડોલર અને ચાંદી 25.70 ડોલર પ્રતિ ઔંસ પર બોલાયું હતું. ડોલર ઇન્ડેક્સ મજબૂત રહેતા સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો.
2021માં સોનાની કિંમતમાં આવશે ઘટાડો
2021માં સોનાની કિંમત સુસ્ત રહી શકે છે. કોરોના રસીના અહેવાલ આવ્યા બાદ સોનાની કિંમતાં ઘટાડો થવાનું શરૂ થયું છે. આ જ કારણે હાલમાં સ્ટોક માર્કેટ નવી ઇંચાઈ પર જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, આવનારા સમયમાં પણ સોનાની કિંમત પર દબાણ જોવા મળશે, જેના કારણે તેની કિંમતમાં કોઈ મોટો ઉછાળો આવવાની સંભાવના નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
દેશ
દેશ
Advertisement