શોધખોળ કરો

Adani Enterprises FPO: અદાણી એન્ટરપ્રાઇઝિસનો FPO આજે ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડ, GMP અને લિસ્ટિંગ તારીખ

અદાણી એન્ટરપ્રાઈઝ FPO મારફતે બજારમાંથી રૂ. 20,000 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. રિટેલ રોકાણકારોને ડિસ્કાઉન્ટ પર શેર આપવામાં આવશે.

Adani Enterprises FPO: અદાણી એન્ટરપ્રાઇઝિસની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) આજથી ખુલી રહી છે. અદાણી એન્ટરપ્રાઈઝ ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટા FPO દ્વારા રૂ. 20,000 કરોડ એકત્ર કરવા માટે તૈયાર છે. અદાણી ગ્રુપની અદાણી એન્ટરપ્રાઇઝિસની ફોલો-ઓન પબ્લિક ઓફર આજથી 31 જાન્યુઆરી સુધી ખુલશે અને રોકાણકારો તેના FPOમાં અરજી કરી શકશે.

અદાણી એન્ટરપ્રાઇઝ એફપીઓ પ્રાઇસ બેન્ડ અને અન્ય વિગતો

અદાણી એન્ટરપ્રાઈઝ FPO મારફતે બજારમાંથી રૂ. 20,000 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. રિટેલ રોકાણકારોને ડિસ્કાઉન્ટ પર શેર આપવામાં આવશે. અદાણી એન્ટરપ્રાઇઝે એફપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 3112 થી રૂ. 3276 પ્રતિ શેર નક્કી કરી છે. લોઅર બેન્ડ પર કંપનીના સ્ટોક પર 13.5 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે રિટેલ રોકાણકારોને રૂ.64નું અલગ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

અદાણી એન્ટરપ્રાઇઝના શેર્સની જીએમપી

અદાણી એન્ટરપ્રાઈઝના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ગઈ કાલે રૂ. 45 હતું, જે તેના બુધવારના જીએમપી કરતાં રૂ. 55 ઓછું છે. બુધવારે કંપનીના શેરનું જીએમપી રૂ. 100 હતો.

રિટેલ રોકાણકારો માટે 35% ક્વોટા આરક્ષિત

25 જાન્યુઆરી 2023ના રોજ અદાણી એન્ટરપ્રાઇઝના FPOમાં અરજી કરી છે. કંપની આંશિક ચૂકવણીના ધોરણે શેર જારી કરશે. કંપની જે રિટેલ રોકાણકારોને અદાણી એન્ટરપ્રાઇઝના એફપીઓમાં શેર ફાળવવામાં આવશે તેમને બે કે ત્રણ હપ્તામાં રકમ ચૂકવવા માટે કહી શકે છે. એફપીઓમાં 35 ટકા ક્વોટા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત રહેશે.

કંપનીના શેરની ફાળવણી ક્યારે થઈ શકે?

અદાણી એન્ટરપ્રાઇઝના શેરની ફાળવણી 3 ફેબ્રુઆરીએ થવાની ધારણા છે. તેના શેરનું લિસ્ટિંગ NSE અને BSE બંને પર થશે અને લિસ્ટિંગની તારીખ 8 ફેબ્રુઆરી થવાની ધારણા છે.

કંપની શા માટે નાણાં એકત્ર કરી રહી છે

એફપીઓ દ્વારા એકત્ર કરાયેલી રકમમાંથી રૂ. 4170 કરોડનો ઉપયોગ લોનની ચુકવણી માટે કરવામાં આવશે. આ સાથે, કંપની બાકીની રકમ તેના વિસ્તરણ યોજના પર ખર્ચ કરશે. અદાણી એન્ટરપ્રાઇઝિસના એફપીઓ બાદ કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 3.5 ટકા ઘટશે.

સપ્ટેમ્બર 2022ના ડેટા અનુસાર, કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 72.63 ટકા હતો. LIC 4.03 ટકા હિસ્સો ધરાવે છે. આ સિવાય નોમુરા સિંગાપોર, APMS ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ઈલારા ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડનો કંપનીમાં લગભગ 1 થી 2 ટકા હિસ્સો છે.

આ પણ વાંચોઃ

Atta Prices: મોંઘવારીમાં મળશે મોટી રાહત! સરકારના આ નિર્ણયથી ઘઉંનો લોટ 5થી 6 રૂપિયા પ્રતિ કિલો સસ્તો થશે!

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

President Donald Trump: રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પનો પ્રથમ નિર્ણય, મેક્સિકો બોર્ડર પર ઈમરજન્સી લગાવીAmbalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
Embed widget