Adani FPO: હિંડનબર્ગના રિપોર્ટની ન થઈ Adani FPO પર અસર, જાણો કેટલા ગણો ભરાયો
Adani FPO: એફપીઓમાંથી ઊભા કરાયેલા રૂ. 20,000 કરોડમાંથી રૂ. 10,869 કરોડનો ઉપયોગ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ, હાલના એરપોર્ટ પર કામ અને ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેના બાંધકામ માટે કરવામાં આવશે.
Adani FPO: અદાણીના એફપીઓને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ બાબત સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર, આ એફપીઓમાં લાયક સંસ્થાકીય ખરીદદારો અને બિન-સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. આ બાબતથી વાકેફ લોકોએ જણાવ્યું કે અદાણી એન્ટરપ્રાઈઝના એફપીઓ 1.25 થી વધુ વખત સબસ્ક્રાઈબ થયા છે.
જો કે, એક દિવસ પહેલા એટલે કે સોમવાર સુધી, આ FPO માત્ર 3 ટકા સુધી સબસ્ક્રાઇબ થયો હતો, પરંતુ આજે તેમાં તેજી જોવા મળી હતી. રિટેલ રોકાણકારો તરફથી આ એફપીઓમાં કોઈ રસ નહોતો. શેર વેચાણમાંથી પસાર થવા માટે ઓછામાં ઓછા 90 ટકા સબ્સ્ક્રિપ્શન જરૂરી છે. અદાણી FPO દેશની અત્યાર સુધીની સૌથી મોટી FPO છે. FPO પહેલેથી લિસ્ટેડ કંપનીઓ દ્વારા તેમના ઇક્વિટી શેરહોલ્ડિંગમાં વૈવિધ્ય લાવવા માટે કરવામાં આવે છે. ગઈ કાલે FPO ને 3 ટકા સબસ્ક્રિપ્શન મળ્યું હતું. એન્કર હિસ્સો, જે એફપીઓના 30 ટકા છે, તે ગયા અઠવાડિયે અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવા રોકાણકારો દ્વારા નાખવામાં આવ્યો હતો. અબુ ધાબી ગ્રુપ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની પણ આ ઈસ્યુમાં $400 મિલિયનનું રોકાણ કરશે.
Adani Enterprises FPO fully subscribed, helped by non-institutional investors; muted response from retail investors, employees: BSE data
— Press Trust of India (@PTI_News) January 31, 2023
એફપીઓમાંથી ઊભા કરાયેલા રૂપિયાનો ક્યાં કરાશે ઉપયોગ
હિંડનબર્ગ રિસર્ચના 24 જાન્યુઆરીના અહેવાલમાં ગ્રૂપના ઊંચા દેવાના સ્તરો અને ટેક્સ હેવનને લગતા અનેક આક્ષેપો કર્યા બાદ અદાણી ગ્રૂપની કંપનીઓએ શેરબજારમાં $65 બિલિયનથી વધુનું નુકસાન કર્યું છે, જેને ગૌતમ અદાણીના જૂથે પાયાવિહોણા ગણાવ્યા છે. એફપીઓમાંથી ઊભા કરાયેલા રૂ. 20,000 કરોડમાંથી રૂ. 10,869 કરોડનો ઉપયોગ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ, હાલના એરપોર્ટ પર કામ અને ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેના બાંધકામ માટે કરવામાં આવશે અને રૂ. 4,165 કરોડનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. રિટેલ રોકાણકારોએ અદાણીના એફપીઓમાં ખાસ રસ દાખવ્યો નથી. રિટેલ રોકાણકારો પાસેથી 11 ટકા સબસ્ક્રિપ્શન પ્રાપ્ત થયું છે. નિષ્ણાતોનું માનીએ તો આજે અદાણી અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 3 ટકાથી વધુના વધારા સાથે રૂ. 2975 પર બંધ થયો છે. જે હવે FPOની રૂ.3112ની નીચી કિંમત કરતાં 4.40% ઓછી છે.
અદાણી ટોચના 10 ધનકુબેરોના લિસ્ટમાંથી બહાર
અમેરિકન ઈન્વેસ્ટમેંટ રિસર્ચ ફર્મ અને શોર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેર્સમાં બોલેલાં કડાકાથી ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના ટોપ-10 અબજોપતિની લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. તે ચોથા ક્રમેથી 11મા ક્રમે પહોંચી ગયાછે. ચાલુ વર્ષે અદાણીની સંપત્તિ 36.1 અબજ ડોલર ઘટીને 84.1 અબજ ડોલર થઈ ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડ્કેસમાં અદાણી હવે કાર્લોસ સ્લિમથી પાછળ 11માં નંબર પર પહોંચ ગયા છે. તેના પછી 12મા ક્રમે અંબાણી છે, જેની સંપત્તિ 82.2 અબજ ડોલર છે. 9મા સ્થાન પર સર્ગી બ્રિન છે. જેની સંપત્તિ 86.4 અબજ ડોલર છે.