શોધખોળ કરો

Ahmedabad: અદાણીએ ગુજરાતમાં શરુ કર્યો 300 મેગાવોટનો વીન્ડ પાવર પ્રોજેક્ટ, જાણો રોજ કેટલા યુનિટનું થશે ઉત્પાદન

અમદાવાદ: વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ વચ્ચે ભારત સરકાર છેલ્લા ઘણા સમયથી રિન્યુએબલ એનર્જી પર ફોકસ કરી રહી છે. આ માટે સરકારે ઘણી યોજનાઓ પણ બહાર પાડી છે.

અમદાવાદ: વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ વચ્ચે ભારત સરકાર છેલ્લા ઘણા સમયથી રિન્યુએબલ એનર્જી પર ફોકસ કરી રહી છે. આ માટે સરકારે ઘણી યોજનાઓ પણ બહાર પાડી છે. હવે આ કડીમાં ગુજરાતમાં અદાણી ગ્રુપે એક પ્રોજેક્ટ શરુ કર્યો છે. ભારતની સૌથી વિરાટ અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી  કંપનીઓ પૈકની  એક અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ ગુજરાતમાં 126 મેગાવોટની પવન ઉર્જા ક્ષમતા કાર્યરત કરવા સાથે 300 મેગાવોટના પવન ઉર્જાના આ પ્રકલ્પને સંપૂર્ણપણે સંપન્ન કર્યો છે. આ અગાઉ 174 મેગાવોટ વીજ ઉત્પાદન કાર્યરત કરવામાં આવ્યું હતું.
 
300 મેગાવોટનના આ પવન ઉર્જા પ્રકલ્પ 1,091 મિલિયન વીજળી યુનિટનું ઉત્પાદન કરશે, જે વાર્ષિક અંદાજે 0.8 મિલિયન ટન કાર્બનના ઉત્સર્જનને ટાળશે. આ પ્રકલ્પના સંપૂર્ણ કાર્યાન્વયન સાથે અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ રિન્યએબલ એનર્જીના બજારમાં તેના અધિપત્યને મજબૂત તાકતવર બનાવ્યું છે, જે 9,604 મેગાવોટના ભારતના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોનું સંચાલન કરે છે. ક્લાઉડ આધારિત એનર્જી નેટવર્ક ઓપરેશન્સ સેન્ટર (ENOC) પ્લેટફોર્મ, દ્વારા તેની કાર્યરત અસ્ક્યામતોની સારસંભાળ રાખવામાં આવે છે, જે રીઅલ-ટાઇમ મોનિટરિંગને સક્ષમ કરવા સાથે ઉદ્યોગ દોરવણીની કામગીરી માટે એનાલિટિક્સ અને મશીન લર્નિંગ સેટિંગ બેન્ચમાર્કનો લાભ ઉઠાવે છે.
 
ગ્રીડના સંતુલન માટે ભારતના ઉર્જા મિશ્રણ માટે પવન ઉર્જા મહત્વપૂર્ણ છે. પવન ઊર્જાની પૂરક પ્રકૃતિ, સૌર અને અન્ય સ્ત્રોતો સાથે સંકલિત ગ્રીડની સ્થિરતાને મજબૂતી બક્ષે છે. નવા રિન્યુએબલ એનર્જી મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત વિશ્વમાં ચોથા સ્થાને સૌથી વધુ પવન સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિન્ડ એનર્જીએ ભારતની 120 મીટરની ઊંચાઈએ 695.5 અને જમીનની સપાટીથી 150 મીટરની ઊંચાઈએ 1163.9 ગીગાવોટની કુલ પવન શક્તિનો અંદાજ લગાવ્યો છે.

આ પહેલા ખાવડામાં પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો. ગુજરાતના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કમાં ભારતની સૌથી વિરાટ અને વિશ્વની અગ્રણી રિન્યૂએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ 1,000 મેગાવોટ સૌર ઊર્જાની સંચિત ક્ષમતાને કાર્યરત કરી છે. આ સાથે કંપનીએ 9,478 મેગાવોટની કાર્યરત ક્ષમતા હાંસલ કરીને 2030 સુધીમાં 45,000 મેગાવોટના નિર્ધારિત લક્ષ્ય તરફના તેના પ્રયાણમાં આગળ વધી રહી છે.

અદાણી ગ્રીન એનર્જીએ ખાવડા ખાતે કામગીરી આરંભ્યાના ૧૨ મહિનાથી ઓછા સમયમાં 1,000 મેગાવોટનો પુરવઠો પૂરો પાડ્યો છે. જેમાં આશરે 2.4 મિલિયન સોલાર મૉડ્યૂલ ઇન્સ્ટૉલ કરવાનુ કાર્ય સામેલ છે. આ ઝડપી ગતિવિધી 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઇંધણ પેદા કરવાની ક્ષમતા હાંસલ કરવાના ભારતના ધ્યેય પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણBanaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Embed widget