શોધખોળ કરો

Share Market Fraud Alert: NSEએ શેર બજાર રોકાણકારો માટે જારી કરી ચેતવણી, આવી બેદરકારી તમને પણ ભારી પડી શકે છે

NSE Investor Warnings: ઝડપથી પૈસા કમાવાની લાલચમાં ઘણા લોકો શેર બજાર તરફ વળે છે અને છેતરપિંડી કરનારાઓના શિકાર બની જાય છે. NSEએ આવા જ એક કેસ અંગે લોકોને સાવધાન કર્યા છે...

Discounted Share Fraud: શેર બજારની રેકોર્ડ રેલીમાં મોટી સંખ્યામાં રોકાણકારો બજાર તરફ વળી રહ્યા છે. તેની સાથે જ શેર બજાર સાથે સંકળાયેલી છેતરપિંડીના કેસો પણ વધી રહ્યા છે. શેર બજાર સાથે સંકળાયેલા અનેક પ્રકારના છેતરપિંડીના કેસો સતત સામે આવી રહ્યા છે. NSE ઇન્ડિયાએ આવી જ એક છેતરપિંડી વિશે રોકાણકારોને સાવધાન કર્યા છે.

NSEએ જણાવ્યું - આ રીતે થઈ રહી છે છેતરપિંડી

નેશનલ સ્ટોક એક્સચેંજ સમયાંતરે કેપિટલ માર્કેટ ટ્રેડર્સને આવા ઠગો વિશે સાવધાન કરતું રહે છે. દેશના મુખ્ય શેર બજાર NSEએ છેતરપિંડીના કેસોને લઈને રોકાણકારોને ફરીથી સાવધાન કર્યા છે. NSEએ આ પહેલા પણ ઘણી વાર ટ્રેડર્સ અને રોકાણકારોને કહ્યું છે કે તેઓ કોઈ અજાણ્યા વ્યક્તિ કે સંસ્થા દ્વારા આપવામાં આવતા લોભામણા પ્રસ્તાવોમાં ન ફસાય. આવી સંસ્થાઓ ઘણીવાર ગેરંટેડ રિટર્નના નામે લોકોને છેતરે છે, તો ઘણીવાર અન્ય લોભામણા પ્રસ્તાવો આપે છે. તાજેતરના કેસમાં રોકાણકારોને બજાર બંધ થયા પછી ડિસ્કાઉન્ટ પર શેર આપવાનો લોભામણો પ્રસ્તાવ આપવામાં આવી રહ્યો છે.

આ લોકોથી સાવધાન રહે રોકાણકારો

NSEએ જણાવ્યું કે તેમને JO HAMBRO નામના વોટ્સએપ ગ્રુપ વિરુદ્ધ ફરિયાદો મળી છે. ગ્રુપમાં લોકોને લોભામણી ઓફર આપવામાં આવી રહી છે કે તેમને બજાર બંધ થયા પછી ઓછા ભાવે શેર અપાવવામાં આવશે. આને સીટ ટ્રેડિંગ એકાઉન્ટના નામે અંજામ આપવામાં આવી રહ્યું છે. ફરિયાદ મળ્યા પછી NSEએ સાવધાન કરતું નિવેદન જારી કર્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વોટ્સએપ ગ્રુપ દ્વારા ઘણા રિટેલ રોકાણકારો પાસેથી પૈસા એકત્ર કરવામાં આવ્યા છે.

સેબી પાસે રજિસ્ટર્ડ નથી એન્ટિટી

NSEએ લોકોને સાવધાન કરતા કહ્યું છે કે ગ્રુપમાં Lazzard Asset Management India નામની સંસ્થા પોતાને સેબી પાસે રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર તરીકે બતાવી રહી છે. તે બનાવટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનો ઉપયોગ કરી રહી છે. NSEએ કહ્યું કે લઝાર્ડ એસેટ મેનેજમેન્ટ ઇન્ડિયા નામથી સેબી પાસે કોઈ બ્રોકર રજિસ્ટર્ડ નથી. લોકોએ તેનાથી સાવધાન રહેવાની જરૂર છે.

પૈસા આપતા પહેલા જરૂર કરો આ કામ

NSEએ નિવેદનમાં કહ્યું છે કે રોકાણકારોએ કોઈપણ આવી સંસ્થા પર વિશ્વાસ ન કરવો જોઈએ. શેર બજારે તેમને સલાહ આપી છે કે તેઓ આવી કોઈપણ સંસ્થા કે વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરે. કોઈપણ સંસ્થા સાથે લેવડ દેવડ કરતા પહેલા અને તેને પૈસા ટ્રાન્સફર કરતા પહેલા તેની કાયદેસરતાની ચકાસણી જરૂર કરો.

આ પણ વાંચોઃ

20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget