શોધખોળ કરો

Adani Wilmar Share: અદાણી વિલ્મરના શેરમાં બે દિવસમાં 50 ટકાથી વધુનો ઉછાળો, જાણો કેમ

જો માર્કેટ એક્સપર્ટનું માનીએ તો અદાણી વિલ્મરમાં વધારો ચાલુ રહી શકે છે કારણ કે સ્ટોક હજુ મોંઘો થયો નથી.

Adani Wilmar Share New High: અદાણી વિલ્મરના શેરમાં ઉછાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સતત બીજા દિવસે શેરમાં 20 ટકાની ઉપલી સર્કિટ લાગી છે. ગુરુવારે સવારે, શેર રૂ. 356 પર ખૂલ્યો હતો, પરંતુ રોકાણકારો દ્વારા ભારે ખરીદીને કારણે શેર 20 ટકાના ઉછાળા સાથે રૂ. 386.25 પર પહોંચ્યો હતો. જે બાદ અપર સર્કિટ લાગતાં શેરમાં ટ્રેડિંગ બંધ કરવું પડ્યું હતું.

મંગળવારે શેરબજારમાં અદાણી વિલ્મરનું લિસ્ટિંગ નિરાશાજનક રહ્યું હતું. શેરનો ભાવ IPOની કિંમત રૂ. 230થી નીચે ગયો હતો. પરંતુ પ્રથમ દિવસે શેર 15 ટકાના વધારા સાથે બંધ થયો હતો. પરંતુ તે પછી બે દિવસ સુધી શેરમાં દરરોજ 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. એટલે કે IPOમાં રોકાણ કરનારા રોકાણકારોને અદાણી વિલ્મરે 67 ટકા વળતર આપ્યું છે.

જો માર્કેટ એક્સપર્ટનું માનીએ તો અદાણી વિલ્મરમાં વધારો ચાલુ રહી શકે છે કારણ કે સ્ટોક હજુ મોંઘો થયો નથી. નેસ્લે, બ્રિટાનિયા જેવી FMCG કંપનીઓ સાથે અર્નિંગ રેશિયો એટલે કે PE રેશિયો સાથેની કિંમતની સરખામણી કરીએ તો, અદાણી વિલ્મરનો સ્ટોક 38 ના PE પર મળી રહ્યો છે, જ્યારે નેસ્લેનો 81 થી વધુ અને બ્રિટાનિયાનો PE રેશિયો 55 પર મળી રહ્યો છે.

અદાણી વિલ્મરે IPO દ્વારા રૂ. 3600 કરોડ એકત્ર કર્યા છે. તમને જણાવી દઈએ કે IPOની પ્રાઇસ બેન્ડ 218 થી 230 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે IPOમાં સંપૂર્ણપણે નવો ઈશ્યુ જારી કરવામાં આવ્યો છે, પ્રમોટરે તેનો હિસ્સો વેચ્યો નથી.

ડિસ્ક્લેમર: (અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માહિતીના હેતુ માટે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com પરથી કોઈપણ વ્યક્તિને નાણાંનું રોકાણ કરવાની અહીંથી સલાહ આપવામાં નથી આવતી.)

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની જમાવટ, છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં વરસ્યો વરસાદ

Gujarat Rain: વલસાડ અને નવસારીમાં આજે અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ

Gujarat Rain Forecast:રાજ્યભરમાં મેઘમહેર, કચ્છમાં સૌથી વધુ વરસ્યો, અનેક વિસ્તાર જળમગ્ન,  ક્યાં કેવી સ્થિતિ, જાણો અપડેટ્સ

Gujarat Rain Forecast:આગામી 2 દિવસ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, એલર્ટ જાહેર
Gujarat Rain Forecast:આગામી 2 દિવસ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, એલર્ટ જાહેર
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Data : છેલ્લા 4 કલાકમાં 39 તાલુકામાં વરસાદ, ગાંધીધામમાં 1.89 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાત પર 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય, 5 દિવસ પડશે ભારે વરસાદ
Kutch Rain Forecast : કચ્છ જિલ્લામાં આગામી 3 માટે વરસાદનું રેડ એલર્ટ, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : દાદા કાર્યકર્તાઓને ખુરશી ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : વિવાદો શરૂ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની જમાવટ, છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં વરસ્યો વરસાદ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની જમાવટ, છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં વરસ્યો વરસાદ
Gujarat Rain: વલસાડ અને નવસારીમાં આજે અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: વલસાડ અને નવસારીમાં આજે અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain Forecast:રાજ્યભરમાં મેઘમહેર, કચ્છમાં સૌથી વધુ વરસ્યો, અનેક વિસ્તાર જળમગ્ન,  ક્યાં કેવી સ્થિતિ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast:રાજ્યભરમાં મેઘમહેર, કચ્છમાં સૌથી વધુ વરસ્યો, અનેક વિસ્તાર જળમગ્ન, ક્યાં કેવી સ્થિતિ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast:આગામી 2 દિવસ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, એલર્ટ જાહેર
Gujarat Rain Forecast:આગામી 2 દિવસ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, એલર્ટ જાહેર
Kutch: કચ્છના નખત્રાણામાં ખાબક્યો પાંચ ઈંચ વરસાદ, બજારમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો

ભારે વરસાદથી નવસારીમાં ઘરોમાં ઘૂસ્યા પાણી, 800થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

Trump Tariff: ટ્રમ્પે BRICSમાં સામેલ દેશોને આપી વધુ ટેરિફની ધમકી, શું ભારત પર પણ વધારશે ટેક્સ?

Indian Navy: ધોરણ 10 અને 12 પાસ માટે ઉત્તમ તક, ઈન્ડિયન નેવીએ 1104 પદો પર બહાર પાડી ભરતી

Embed widget