શોધખોળ કરો

ATM Card પર મફતમાં મળે છે પાંચ લાખ રૂપિયા સુધીનો વીમો, ક્લેમ માટે જાણો આ નિયમો

જો કોઈ વ્યક્તિ કોઈપણ રાષ્ટ્રીયકૃત અને બિન-રાષ્ટ્રીયકૃત બેંકના એટીએમનો ઓછામાં ઓછા 45 દિવસ સુધી ઉપયોગ કરે છે, તો તે એટીએમ કાર્ડ સાથે આવતા વીમાનો દાવો કરવા માટે હકદાર બને છે

આજના સમયમાં ભાગ્યે જ કોઇ વ્યક્તિ હશે જે એટીએમ કાર્ડનો ઉપયોગ કરતો નહી હોય. પ્રધાનમંત્રી જન-ધન યોજના અને રુપે કાર્ડને કારણે એટીએમ હવે દરેકના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે. આનાથી માત્ર રોકડ પરની નિર્ભરતા ઓછી થઈ નથી, પરંતુ નાણાં સુરક્ષિત અને વ્યવહારો પણ સરળ બન્યા છે. હવે જો તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય તો તેના માટે મોટી રોકડ સાથે રાખવાની જરૂર નથી. એક નાનું એટીએમ કાર્ડ તમામ કામ કરે છે. આ ઉપરાંત, ATM કાર્ડ સાથે કેટલાક એવા ફાયદા (ATM Card Benefits) છે, જેના વિશે લોકો જાણતા નથી. માહિતીના અભાવે લોકો મફતમાં ઉપલબ્ધ જરૂરી સુવિધાઓનો ઉપયોગ કરવાથી વંચિત રહી જાય છે.

બેંકો પણ ગ્રાહકોને માહિતી આપતી નથી

એટીએમ કાર્ડ સાથે ઉપલબ્ધ સેવાઓમાં સૌથી મહત્વની છે મફત વીમો (એટીએમ કાર્ડ વીમો). હા, બેંક ગ્રાહકને ATM કાર્ડ આપે છે સાથે જ ગ્રાહકને અકસ્માત વીમો અથવા જીવન વીમો મળે છે. જો કે, આ વિશે માહિતીના અભાવને કારણે માત્ર થોડા લોકો જ આ વીમાનો દાવો કરી શકે છે. તેનું એક મોટું કારણ લોકોમાં નાણાકીય સાક્ષરતાનો અભાવ છે. ગામડાના લોકોની વાત તો ભૂલી જાવ, ભણેલા-ગણેલા શહેરી લોકો પણ એટીએમ સાથે જોડાયેલા નિયમો અને શરતો પર ધ્યાન આપતા નથી. બેંકો પણ તેમના ગ્રાહકોને એટીએમથી મળતા વીમા વિશે જાણ કરતી નથી.

જો કોઈ વ્યક્તિ કોઈપણ રાષ્ટ્રીયકૃત અને બિન-રાષ્ટ્રીયકૃત બેંકના એટીએમનો ઓછામાં ઓછા 45 દિવસ સુધી ઉપયોગ કરે છે, તો તે એટીએમ કાર્ડ સાથે આવતા વીમાનો દાવો કરવા માટે હકદાર બને છે. બેંકો ગ્રાહકોને વિવિધ પ્રકારના એટીએમ કાર્ડ આપે છે. એટીએમ કાર્ડની કેટેગરી અનુસાર તેની સાથે આવનાર વીમાની રકમ નક્કી કરવામાં આવે છે. ગ્રાહકોને ક્લાસિક કાર્ડ પર રૂ. 01 લાખ, પ્લેટિનમ કાર્ડ પર રૂ. 02 લાખ, નોર્મલ માસ્ટર કાર્ડ પર રૂ. 50,000, પ્લેટિનમ માસ્ટર કાર્ડ પર રૂ. 05 લાખ અને વિઝા કાર્ડ પર 1.5-02 લાખ રૂપિયા સુધીનું વીમા કવરેજ ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ ગ્રાહકોને રૂપે કાર્ડ સાથે 01 થી 02 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે.

એટીએમ વીમાનો દાવો કેવી રીતે કરવો

જો એટીએમ કાર્ડ ધારક અકસ્માતનો શિકાર બને અને એક હાથ અથવા એક પગ દિવ્યાંગ થઇ જાય તો તેને 50 હજાર રૂપિયાનું કવરેજ મળે છે. તેવી જ રીતે બંને હાથ અથવા બંને પગ ગુમાવવાના કિસ્સામાં, રૂ. 01 લાખનો વીમા લાભ ઉપલબ્ધ છે. મૃત્યુના કિસ્સામાં કાર્ડના આધારે કવરેજ રૂ. 01 લાખથી રૂ. 05 લાખ સુધીની હોય છે. એટીએમ કાર્ડ સાથે ઉપલબ્ધ વીમાનો દાવો કરવા માટે કાર્ડધારકના નોમિનીએ સંબંધિત બેંકમાં અરજી કરવાની રહેશે. બેંકમાં એફઆઈઆરની નકલ, હોસ્પિટલમાં સારવારનું પ્રમાણપત્ર વગેરે જેવા દસ્તાવેજો સબમિટ કરવા પર વીમાનો દાવો પ્રાપ્ત થાય છે. મૃત્યુના કિસ્સામાં કાર્ડધારકના નોમિનીએ મૃત્યુ પ્રમાણપત્ર, એફઆઈઆર નકલ, આશ્રિતનું પ્રમાણપત્ર, મૃતકના પ્રમાણપત્રની મૂળ નકલ વગેરે સબમિટ કરવાનું રહેશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Embed widget