શોધખોળ કરો
Advertisement
લોકડાઉનમાં બુક કરાવેલી ફ્લાઈટની ટિકિટના પૂરા પૈસા મળશે પરત, સરકારે એરલાઈન્સ કંપનીઓને આપ્યા નિર્દેશ
લોકડાઉન દરમિયાન જે પણ યાત્રીઓએ ફ્લાઈટની ટિકિટ બુક કરાવી હતી, તેમને રિફંડ પરત આપવા સરકારે વિમાન કંપનીઓને નિર્દેશ કર્યો છે.
નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન જે પણ યાત્રીઓએ ફ્લાઈટની ટિકિટ બુક કરાવી હતી, તેમને રિફંડ પરત આપવા સરકારે વિમાન કંપનીઓને નિર્દેશ કર્યો છે.
લોકડાઉનના પ્રથમ તબક્કામાં ત્રણ મહિના સુધીની યાત્રા માટે બુક કરવામાં આવેલી ફ્લાઈટ ટિકિટના પૈસા યાત્રીઓને ત્રણ સપ્તાહમાં આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નાગરિક ઉડ્ડન મંત્રાલયએ ગુરુવારે આ મામલે કહ્યું કે, લોકડાઉનના પ્રથમ તબક્કમાં એટલે કે 25 માર્ચથી 14 એપ્રિલ વચ્ચે જે વિમાન સેવા કંપનીઓ લોકડાઉન પહેલા અથવા બીજા તબક્કામાં (25 માર્ચ થી 3 મે) ટિકિટ બૂક કરાવી છે અને તેને બુકિંગના પૈસા પહેલા લોકડાઉન દરમિયાન મળી ગયા છે તો, તે ટિકિટ રદ કરનાર યાત્રીઓેને પૂરા પૈસા પરત આપવામાં આવે.
સરકારના આ નિર્દેશથી વિમાન સેવા કંપનીના પૈસા લોકડાઉનના પ્રથમ તબક્કામાં મળવાની શરતથી એજન્ટો અને ક્રેડિટ કાર્ડના માધ્યમથી ટિકિટ બૂક કરાવનાર યાત્રીઓને પરેશાની થઈ શકે છે. કારણ કે, ખાસ કરીને એજન્ટો થોડાક સમય બાદ એરલાઈન્સને પૈસા ટ્રાન્સફર કરતા હોય છે. ક્રેડિટ કાર્ડ કંપનીઓ પણ કેટલાક દિવસ બાદ મર્ચન્ટને પૈસાની ચૂકવણી કરતી હોય છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીને લઈ સરકારે પહેલા 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી, ત્યારે ખાનગી વિમાન સેવા કંપનીઓએ 15 એપ્રિલ અને તેના બાદથી યાત્રા માટે ટિકિટ બૂકિંગ શરૂ કરી દીધું હતુ. જો કે, તે સમયે એ નક્કી નહોતું કે 14 એપ્રિલ બાદ લોકડાઉન લંબાવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement