શોધખોળ કરો
Advertisement
એટરેલની ધમાલ, બની 5G નેટવર્ક આપનારી દેશની પહેલી કંપની, જાણો કયા શહેરમાં કર્યો સક્સેસ ટ્રાયલ
દેશની મોટી ટેલિકૉમ કંપની ભારતી એરટેલે 5G રેડી નેટવર્કની જાહેરાત કરી છે. એરટેલે હૈદરાબાદમાં કૉમર્શિયલ નેટવર્ક પર લાઇવ 5G સર્વિસનુ પ્રદર્શન કરવામાં સક્સેસ રહી. કંપનીએ લાઇવ ડેમોનો વીડિયો પણ શેર કર્યો છે
નવી દિલ્હીઃ જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે, તેમ તેમ ટેકનોલૉજી એડવાન્સ થતી જઇ રહી છે. 4G નેટવર્ક બાદ હવે ભારતમાં 5G નેટવર્કની પણ શરૂઆત થઇ ચૂકી છે. દેશની મોટી ટેલિકૉમ કંપની ભારતી એરટેલે 5G રેડી નેટવર્કની જાહેરાત કરી છે. એરટેલે હૈદરાબાદમાં કૉમર્શિયલ નેટવર્ક પર લાઇવ 5G સર્વિસનુ પ્રદર્શન કરવામાં સક્સેસ રહી. કંપનીએ લાઇવ ડેમોનો વીડિયો પણ શેર કર્યો છે.
Ericsson સાથે મળીને કર્યુ કામ
5G સર્વિસ લાવનારી એરટેલ દેશની પહેલા કંપની બની ગઇ છે. 5G નેટવર્કને સફળ બનાવવા માટે એરટેલે પોતાના પાર્ટનર Ericssonની સાથે મળીને કામ કર્યુ છે. કંપનીનો દાવો છે કે તેની પાસે હાલ સ્પેક્ટ્રમ પર મિડ-બેન્ડમાં 5G નેટવર્ક ચલાવવાની કેપેસિટી છે, અને કંપની 1800MHz, 2100MHz અને 2300MHz ફ્રિકવન્સીની સાથે 800MHz અને 900MHz પર અવેલેબલ સબ-ગીગાહર્ટ્ઝ બેન્ડ પર 5G નેટવર્ક ઉપલબ્ધ કરવી શકે છે.
'ગેમ ચેન્જર છે આ ટેસ્ટ'
આ પ્રસંગે ભારતી એટલના એમડી અને સીઇઓ ગોપાલ વિઠ્ઠલે કહ્યું કે, મને અમારા તે એન્જિનીયરો પર ગર્વ છે જેમને આજે હૈદરાબાદમાં ટેકનોલૉજીની શહેરમાં આ વિશ્વસનીય ક્ષમતાનુ પ્રદર્શન કરવાની કોશિશ કરી છે. અમારા દરેક રોકાણને ભવિષ્યમાં પ્રમાણિત કરવામાં આવે છે, કેમકે હૈદરાબાદમાં આ ગેમ ચેન્જિંગ ટેસ્ટ સાબિત થયો છે.
(ફાઇલ તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement