શોધખોળ કરો
Advertisement
ભારતી એરટેલ બની જશે વિદેશી કંપની, સરકારે આપી 100 ટકા FDIની મંજૂરી
ભારતી એરટેલ લિમિટેડને દૂરસંચાર વિભાગ તરફથી 20 જાન્યુઆરી 2020ના રોજ વિદેશી રોકાણની મર્યાદિત વધારીને 100 ટકા કરવાની મંજૂરી મળી ગઈ છે.
નવી દિલ્હી: ભારતી એરટેલ કંપની જલ્દી જ વિદેશી દૂરસંચાર કંપની બની જશે. કેન્દ્ર સરકારે ટેલીકૉમ કંપનીને 100 ટકા એફડીઆઈ કરવાની મંજૂરી આપી દીધી છે. આ પહેલા કંપનીમાં 49 ટકાની ભાગીદારી વિદેશી કંપનીઓ પાસે હતી. એરટેલ કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને રિટર્ન ફાઈલિંગમાં આ વાતની જાણકારી આપી છે.
ભારતી એરટેલને રિઝર્વ બેંક પાસેથી કંપનીમાં રોકાણના 74 ટકા ભાગીદારી રાખવાની મંજૂરી આપી છે. ભારતી એરટેલ લિમિટેડને ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી 20 જાન્યુઆરી 2020ના રોજ વિદેશી રોકાણની મર્યાદિત વધારીને 100 ટકા કરવાની મંજૂરી મળી ગઈ છે.
થોડા દિવસ પહેલા જ કંપનીએ બાકી નિકળતા લેણા બાબતે કંપનીએ 35586 કરોડ રૂપિયાનું ચુકવણી કરી છે. જેમાં 21682 કરોડ રૂપિયા લાઈસન્સ કિંમત અને 13904.01 કરોડ રૂપિયા સ્પેક્ટ્રમ લેણાં છે. જેમાં ટેલીનોર અને ટાટા ટેલીના પણ બાકી લેણાં સામેલ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement