શોધખોળ કરો
SBIએ ગ્રાહકોને કર્યા અલેર્ટ! આવી ભૂલ ન કરતાં, નહીં તો તળિયા ઝાટક થઈ જશે તમારું બેંક ખાતું
તમારા એટીએમ કાર્ડનો ઉપયોગ જાતે જ કરો. અન્ય કોઇને તમારુ એટીએમ કે કોઇપણ કાર્ડ ઉપયોગ કરવા માટે ન આપો.

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગ્રાહકોને સારી બેન્કિંગ સુવિધા આપવા માટે અનેક પગલા લઈ રહી છે. એસબીઆઈએ સોશિયલ મીડિયા દ્વારા સતત લોકોને બેન્કિંગ ફ્રોડ્સથી બચવાની જાણકારી આપતી રહી છે. એસબીઆઈએ ટ્વીટ દ્વારા ફરી એક વખત ગ્રાહકોને ચેતવણી આપી છે. તેમાં એસબીઆઈએ કહ્યું કે, વધતી ફ્રોડની ઘટનાઓની વચ્ચે ગ્રાહોકને સાવચેત રહેવાની જરૂરત છે. એટીએમ કાર્ડ ડિટેલ્સ અને પિન દ્વારા રૂપિયા ચોરી કરવાના ફ્રોડ વધી રહ્યા છે. માટે એસબીઆઈએ પોતાના ગ્રાહકોને પોતાનું એટીએમ કાર્ડ અને પિન સુરક્ષિત રાખવાની સલાહ આપે છે.
બેંક ખાતાની જાણકારી ફોનમાં સેવ ન કરો
સ્ટેટ બેંકનું કહેવું છે કે, ક્યારેય પણ બેંક ખાતું અથવા ઓનલાઈન બેન્કિંગની જાણકારી ફોનમાં સેવ કરીને રાખવા નહીં. બેંકે કહ્યું કે, બેંક એકાઉન્ટ નંબર, પાસવર્ડ, એટીએમ કાર્ડનો નંબર અથવા તેની તસવીર ખેંચીને રાખવાથી પણ તમારી જાણકારી લીક થવાનું જોખમ છે.
ATM કાર્ડની વિગતો કોઈ સાથે શેર ન કરો
તમારા એટીએમ કાર્ડનો ઉપયોગ જાતે જ કરો. અન્ય કોઇને તમારુ એટીએમ કે કોઇપણ કાર્ડ ઉપયોગ કરવા માટે ન આપો. આ ઉપરાંત કાર્ડની વિગતો પણ કોઇની સાથે શેર ન કરો. આમ કરવાથી તમારા એકાઉન્ટની વિગતો લીક થઇ શકે છે. સાથે જ તમારી જાણ બહાર ટ્રાન્ઝેક્શન થઇ શકે છે.
કોઈની સાથે પિન શેર નકરો
ક્યારેય કોઇને તમારો ઓટીપી, પિન નંબર, ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો CVV નંબર ન જણાવો. બેન્કે જણાવ્યા અનુસાર, મોટાભાગના ફ્રોડ આ જ રીતે કરવામાં આવે છે. ફોન કૉલ પર બેન્કનું નામ લઇને તમારુ કાર્ડ બ્લૉક કરવાની ચેતવણી આપવામાં આવે છે અને પાસવર્ડ બદલવા માટે તમારી પાસે ઓટીપી કે કાર્ડની પાછળ લખેલો CVV નંબર માગવામાં આવે છે. આવા ફ્રોડથી બચીને રહો.
બેન્ક ક્યારેય આવી જાણકારી નથી માગતી
SBIએ ટ્વિટર કરીને જણાવ્યું કે, તે પોતાના ગ્રાહકો પાસેથી ક્યારેય યુઝર આઇડી, પિન, પાસવર્ડ, સીવીવી,ઓટીપી, વીપીએ જેવી સંવેદનશીલ જાણકારી નથી માગતી. તેવામાં ટ્રાન્ઝેક્શન કરતી વખતે આ વાતોનો ખાસ ખ્યાલ રાખો.

વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
વડોદરા
Advertisement