(Source: ECI/ABP News/ABP Majha)
Amazon Layoffs: એમેઝોન તેના અધધ કર્મચારીઓની કરશે છંટણી, આંકડો જાણી આંખો ફાટી જશે
કમ્પ્યુટરવર્લ્ડે પોતાના રિપોર્ટમાં આ બાબતનો વર્તારો વ્યક્ત કર્યો છે. આ અગાઉ નવેમ્બર મહિનાની શરૂઆતમાં એક રિપોર્ટ્સમાં ખુલાસો થયો હતો કે, એમેઝોન તેના 10,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહ્યું છે.
Amazon Layoffs Update: દુનિયાની સૌથી મોટી ઈ કોમર્સ કંપની એમેઝોનમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. એમેઝોન તેના વિવિધ વિભાગોમાંથી લગભગ 20,000 લોકોને છૂટા કરી શકે છે. ગ્રેડ 1 થી ગ્રેડ 7 સુધીના તમામ સ્તરના કર્મચારીઓને આ છટણીની અસર થશે.
કમ્પ્યુટરવર્લ્ડે પોતાના રિપોર્ટમાં આ બાબતનો વર્તારો વ્યક્ત કર્યો છે. આ અગાઉ નવેમ્બર મહિનાની શરૂઆતમાં એક રિપોર્ટ્સમાં ખુલાસો થયો હતો કે, એમેઝોન તેના 10,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી દુનિયાની મોટા ગજાની કંપનીઓ તેના કર્મચારીઓની છટણી કરવા જઈ રહી હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. તેમાં એમેઝોનનું નામ પણ મોખરે છે. અમેઝોને છંટણી કરવાના પ્લાન રૂપે તેના મેનેજરોને કર્મચારીઓના પ્રદર્શનમાં રહેલી ખામીઓની તપાસ કરવા કહ્યું છે. એમેઝોનના સમગ્ર વિશ્વમાં 1.5 મિલિયન કર્મચારીઓ છે. તેમાંથી અમેઝોન તેના 20,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહ્યું હોવાના અહેવાલ છે. આ સંખ્યા તેના કુલ કર્મચારીઓના 1.3 ટકા હશે. જે કર્મચારીઓની છટણી કરવામાં આવશે તેમને 24 કલાકની નોટિસ અને સેવેરંસ પગાર આપવામાં આવશે. એમેઝોનના ઈતિહાસમાં આ ચોથી સૌથી મોટી છટણી હશે.
એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, છટણી માટે કોઈ ચોક્કસ વિભાગ અથવા સ્થાન પસંદ કરવામાં આવ્યું નથી. પરંતુ આખા વર્ટિકલ્સમાં છંટણી થશે. કોરોના મહામારી દરમિયાન કંપનીએ વધુ પડતી હાયરિંગ કરી હતી. કંપનીની આવક સતત ઘટી રહી હતી જેના કારણે છટણીની જરૂર પડી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 17 નવેમ્બરના રોજ એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ કર્મચારીઓને એક સંદેશમાં કહ્યું હતું કે, કંપની કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. જોકે તેમણે એ નથી જણાવ્યું કે આ છટણીથી કેટલા લોકોને અસર થશે.
એન્ડી જેસીએ કહ્યું હતું કે, અર્થવ્યવસ્થામાં પડકારજનક સ્થિતિ યથાવત છે, જેના કારણે આ વર્ષ મુશ્કેલ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અમે જબરદસ્ત હાયરિંગ કર્યું હતું. 30 નવેમ્બરના રોજ, એનવાયટી ડીલબુક સમિટમાં, એન્ડી જેસીએ છટણીનો બચાવ કરતા કહ્યું કે કંપની માટે ખર્ચમાં ઘટાડો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.