શોધખોળ કરો

CNG Price Hike: CNG પર સબસિડીની માગ સાથે ઓટો,ટેક્સી અને કેબ ડ્રાઈવર સંઘે આપી હડતાળની ચીમકી

CNG Price Hike: રાજધાની દિલ્હીના ઓટો, ટેક્સી અને કેબ ડ્રાઈવર એસોસિએશને CNGના ભાવમાં વધારા બાદ CNG પર સબસિડીની માગણી કરવા માટે દિલ્હી સરકાર પર દબાણ લાવવા માટે 18 એપ્રિલથી હડતાળ પર જવાની ધમકી આપી છે.

Auto Taxi Driver On Strike:રાજધાની દિલ્હીના ઓટો, ટેક્સી અને કેબ ડ્રાઈવર એસોસિએશને CNGના ભાવમાં વધારા બાદ CNG પર સબસિડીની માગણી કરવા માટે દિલ્હી સરકાર પર દબાણ લાવવા માટે 18 એપ્રિલથી હડતાળ પર જવાની ધમકી આપી છે.

CNGના ભાવમાં સબસિડીની માગ

દિલ્હી ઓટો રિક્ષા એસોસિએશનના જનરલ સેક્રેટરી રાજેન્દ્ર સોનીએ કહ્યું કે કેન્દ્ર અને દિલ્હી સરકારની નીતિઓ સામે તેમનો વિરોધ ચાલુ રહેશે અને તેઓ 18 એપ્રિલથી હડતાળ પર જશે. તેમણે કહ્યું કે, CNGની કિંમત દરરોજ વધી રહી છે અને અમે સરકાર પાસે 35 રૂપિયા પ્રતિ કિલો સબસિડી આપવાની માગ કરી રહ્યા છીએ. નોંધનીય છે કે 11 એપ્રિલના રોજ સેંકડો ઓટો, ટેક્સી અને કેબ ડ્રાઇવરોએ CNGના ભાવમાં સબસિડીની માંગણી સાથે દિલ્હી સચિવાલયમાં ધરણા કર્યા હતા.

રાજેન્દ્ર સોનીએ આરોપ લગાવ્યો કે છેલ્લા સાત વર્ષમાં દિલ્હી સરકારે ક્યારેય ઓટો-રિક્ષા એસોસિએશનના સભ્યોની બેઠક બોલાવી નથી. દિલ્હીના ઓટો એન્ડ ટેક્સી એસોસિએશને 6 એપ્રિલે મુખ્યમંત્રી કેજરીવાલને પત્ર લખીને CNG પર પ્રતિ કિલો 35 રૂપિયાની સબસિડીની માંગ કરી હતી.

ઉબેર ઓલાએ ભાડું વધાર્યું

રાજધાની દિલ્હીમાં સીએનજીની કિંમતમાં પ્રતિ કિલો 2.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં દિલ્હીમાં CNGની નવી કિંમત 71.61 રૂપિયા પ્રતિ કિલો છે. તમને જણાવી દઈએ કે નેચરલ ગેસની કિંમતોમાં વધારાને કારણે CNG છ મહિનામાં લગભગ 60 ટકા મોંઘો થઈ ગયો છે. જે બાદ ઉબેર ઓલાએ ભાડું લગભગ 12 ટકા મોંઘું કરી દીધું છે.

રસોડામાં પહોંચતા PNGના ભાવમાં મોટો વધારો, 2 અઠવાડિયામાં 10 રૂપિયાથી વધુનો વધારો

ફુગાવો દેશભરમાં લોકોને અસર કરી રહ્યો છે અને ઇંધણની કિંમતો ઝડપથી વધી રહી છે. દિલ્હીવાસીઓ માટે PNGના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં PNGના ભાવમાં હવે પ્રતિ SCM 4.25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધેલી કિંમતો 14 એપ્રિલથી લાગુ થશે. હાલમાં રાજધાની દિલ્હીમાં PNGની કિંમત 45.86 રૂપિયા પ્રતિ SCM થઈ ગઈ છે.

PNG ગેસનો ઉપયોગ ઘરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં થાય છે. હાલમાં ભાવ વધારાને કારણે હવે તેની અસર સામાન્ય લોકોના રસોડા પર જોવા મળશે. દિલ્હી પહેલા મંગળવારે મહારાષ્ટ્રના લોકો પીએનજીના વધેલા ભાવથી ત્રસ્ત હતા. મહારાષ્ટ્રમાં મંગળવારે સીએનજીના છૂટક ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 5 અને પીએનજીના રૂ. 4.50 પ્રતિ ઘનમીટરનો વધારો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, PNGની સાથે, માર્ચથી CNGની કિંમતોમાં 12.50 રૂપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે.

પીએનજીનું પૂરું નામ 'પાઈપ્ડ નેચરલ ગેસ' છે. તે કુદરતી ગેસનો એક પ્રકાર છે, જેનો ઉપયોગ સામાન્ય લોકો તેમના રોજિંદા કામ માટે કરે છે. આ ગેસ પાઈપ દ્વારા ઘરો અને કારખાનાઓમાં પહોંચાડવામાં આવે છે. દિલ્હીમાં કામ કરતી મોટાભાગની ફેક્ટરીઓ PNG પર ચાલે છે. આ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે. હાલમાં PNG ગેસ LPG કરતા અનેક ગણો સસ્તો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Embed widget