શોધખોળ કરો

Bank Of England Hike Rates: ફેડ રિઝર્વ પછી બેંક ઓફ ઈંગ્લેન્ડે પણ લોન કરી મોંઘી, આરબીઆઈ પર વ્યાજ વધારવાનું વધ્યું દબાણ?

ચાર મહિનામાં પ્રથમ વખત બ્રિટનમાં મોંઘવારી દરમાં વધારો થયો છે, જે બાદ બેન્ક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

Bank Of England Hike Interest Rates: યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ બાદ 24 કલાકની અંદર બેન્ક ઓફ ઈંગ્લેન્ડે લોન મોંઘી કરી છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કરીને હવે 4.25 ટકા કર્યો છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડનું કહેવું છે કે લોકોને અગાઉના અંદાજ કરતાં વહેલા મોંઘવારીમાંથી રાહત મળી શકે છે.

બેન્ક ઓફ ઈંગ્લેન્ડની અર્થવ્યવસ્થા માટે વધુ સારા દેખાવની આશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આર્થિક વૃદ્ધિમાં તેજી આવશે. બેંક ઓફ ઈંગ્લેન્ડે 7-2ના ધોરણે વ્યાજદરમાં 0.25 ટકા વધારો કરવાની તરફેણમાં મતદાન કર્યું હતું, ત્યારબાદ વ્યાજ દર વધીને 4.25 ટકા થઈ ગયો છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીએ કોરોના મહામારી અને યુક્રેન પર રશિયાના હુમલા બાદ સતત 11મી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. આ પહેલા બુધવારે અમેરિકાના ફેડરલ રિઝર્વે પણ ફુગાવાને ડામવા માટે વ્યાજ દરોમાં એક ક્વાર્ટર ટકાનો વધારો કર્યો છે.

ચાર મહિનામાં પ્રથમ વખત બ્રિટનમાં મોંઘવારી દરમાં વધારો થયો છે, જે બાદ બેન્ક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ફેબ્રુઆરીમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ વધીને 10.4 ટકા થયો હતો. ગયા મહિને તે 10.1 ટકા હતો. નિષ્ણાંતોએ બ્રિટનનો ફુગાવાનો દર ફેબ્રુઆરી મહિનામાં 9.9 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં આ આંકડો અપેક્ષા કરતા ઘણો વધારે છે.

અમેરિકામાં પણ વ્યાજ દરમાં થયો વધારો

બુધવારે રાત્રે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. ફેડએ વ્યાજ દર વધારીને 4.75-5 ટકા કર્યો છે. એવું માનવામાં આવે છે કે વર્ષ 2023માં ફેડ દ્વારા વ્યાજ દરમાં વધુ એક વખત વધારો કરવામાં આવશે. આ વર્ષે તેમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી.

RBI શું કરશે?

વિશ્વની મોટી સેન્ટ્રલ બેંકો મોનેટરી પોલિસીની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરી રહી છે. તેથી હવે એવું માનવામાં આવે છે કે આ RBI પોલિસી રેટમાં પણ ફેરફાર કરી શકે છે. આરબીઆઈની નાણાકીય નીતિની બેઠક 3 થી 6 એપ્રિલ 2023 દરમિયાન યોજાવા જઈ રહી છે. 6 એપ્રિલે RBI ગવર્નર શક્તિકાંત દાસ મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયોની જાહેરાત કરશે. જેમાં માનવામાં આવી રહ્યું છે કે RBI રેપો રેટ વધારી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક

Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

Embed widget