RBIએ ગ્રાહકોને આપી ખાસ સુવિધા! આજથી બેંકના ખુલવાના સમયમાં થયો ફેરફાર, જાણો વિગતે
બેંક બંધના 4 દિવસ બાદ કેન્દ્રીય બેંકે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય બેંકે બેંકો ખોલવાના સમયમાં ફેરફાર કર્યો છે, પરંતુ તેને બંધ કરવાના સમયમાં કોઈ ફેરફાર કર્યો નથી.
Bank Opening Time have been Changed: જો તમે આજે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બેંક જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. આજથી તમને બેંકનું કામ પૂર્ણ કરવા માટે વધુ એક કલાકનો સમય મળશે. ભારતીય રિઝર્વ બેંકે 18 એપ્રિલથી બેંકો ખોલવાના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. હવે બેંકો સવારે 9 વાગ્યે ખુલશે. જોકે, બેંકોના બંધ થવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેના કારણે હવે લોકો દિવસ દરમિયાન વધુ સમય સુધી બેંકિંગ સુવિધાનો લાભ લઈ શકશે.
વાસ્તવમાં, કોરોના વાયરસ રોગચાળાને કારણે, બેંકો ખોલવાના કલાકો દિવસમાં ઘટાડી દેવામાં આવ્યા હતા. જે હવે ફરી સામાન્ય કરવામાં આવી રહી છે. આ નવી સુવિધા 18 એપ્રિલ 2022થી લાગુ કરવામાં આવશે.
બેંક બંધના 4 દિવસ બાદ કેન્દ્રીય બેંકે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય બેંકે બેંકો ખોલવાના સમયમાં ફેરફાર કર્યો છે, પરંતુ તેને બંધ કરવાના સમયમાં કોઈ ફેરફાર કર્યો નથી. બેંકો તેમના સમય એટલે કે 5 વાગ્યે બંધ થસે. આ સાથે ગ્રાહકોને બેંકમાં કામ કરવા માટે વધુ એક કલાકનો સમય મળશે. RBIનો આ નવો નિયમ ભારતીય સ્ટેટ બેંક સહિત 7 સરકારી અને 20 ખાનગી બેંકો પર લાગુ થશે.
આ ટ્રાન્ઝેક્શન ટૂંક સમયમાં ATMથી શરૂ થશે
RBI એ ATM ટ્રાન્ઝેક્શનની સુવિધામાં પણ મોટા ફેરફારો કર્યા છે. હવે ગ્રાહકોને એટીએમ કાર્ડ વગર એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવાની સુવિધા મળશે. કાર્ડલેસ ટ્રાન્ઝેક્શનનો લાભ એટીએમ દ્વારા મળશે.
હવે ગ્રાહકો UPI દ્વારા પણ ATM મશીનમાંથી પૈસા ઉપાડી શકશે. રિઝર્વ બેંકનું માનવું છે કે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધાથી છેતરપિંડીની ઘટનાઓમાં ઘટાડો થશે. આ સાથે જો કોઈ વ્યક્તિ પોતાનું એટીએમ કાર્ડ ઘરે ભૂલી જાય છે, તો આવી સ્થિતિમાં પણ તે પૈસા ઉપાડી શકશે.