શોધખોળ કરો

30 જૂન પહેલા પતાવી લો આ કામ, નહીંતર સબસિડી અને ગેસ કનેક્શન બંધ થઈ થશે!

LPG Subsidy Eligibility: 30 જૂન, 2026 પહેલા HelloBPCL એપની મદદથી ઘરે બેઠા જ તમારું e-KYC કેવી રીતે પૂરું કરવું, તેની સંપૂર્ણ અને સરળ રીત જાણો. નહીંતર ગેસ સિલિન્ડર મળવામાં મોટી મુશ્કેલી પડી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત ગેસ ગ્રાહકો માટે e-KYC ફરજિયાત, 30 જૂન 2026 સુધીમાં પૂર્ણ કરો.
  • e-KYC વિના ગેસ સબસિડી બંધ, નવો સિલિન્ડર બુકિંગમાં મુશ્કેલી.
  • HelloBPCL એપ દ્વારા ઘરે બેઠા સરળતાથી e-KYC પૂર્ણ કરો.
  • મોબાઈલ એપમાં સમસ્યા હોય તો નજીકના ગેસ એજન્સીનો સંપર્ક કરો.

bharat gas ekyc online deadline: જો તમારા ઘરમાં પણ ભારત ગેસ (Bharat Gas) નો બાટલો આવે છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. ભારત પેટ્રોલિયમે પોતાના તમામ LPG ગ્રાહકો માટે બાયોમેટ્રિક આધારિત e-KYC ફરજિયાત કરી દીધું છે. કંપનીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે ગ્રાહકો 30 જૂન, 2026 પહેલા પોતાનું e-KYC પૂરું નહીં કરે, તેમની ગેસ સબસિડી બંધ થઈ જશે અને નવો સિલિન્ડર બુક કરાવવામાં પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પણ ચિંતા કરવાની જરાય જરૂર નથી, આ કામ માટે તમારે ગેસ એજન્સીના ધક્કા ખાવાની કે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી જ ગણતરીની મિનિટોમાં આ કામ પતાવી શકો છો.

સરકાર શા માટે e-KYC કરાવી રહી છે?

આજકાલ સરકાર અને ઓઈલ કંપનીઓ ડિજિટલ વેરિફિકેશન પર ખૂબ ભાર મૂકી રહી છે. આની પાછળનો મુખ્ય હેતુ એવા ગેસ કનેક્શન શોધવાનો છે જે નકલી છે અથવા તો ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યા છે. e-KYC થવાથી એ વાતની પાક્કી ખાતરી થશે કે સરકાર જે સબસિડી આપે છે તે સાચા અને લાયક ગ્રાહકોના બેંક ખાતામાં જ સીધી અને કોઈ પણ ભૂલ વગર પહોંચે.

ઘરે બેઠા મોબાઈલથી e-KYC કેવી રીતે કરવું?

આ કામ ખૂબ જ સરળ છે, બસ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરો:

સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર પર જઈને "HelloBPCL" નામની એપ ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરો.

એપ ખોલીને તેમાં તમારો એ જ મોબાઈલ નંબર નાખો જે તમારા ભારત ગેસ કનેક્શન સાથે જોડાયેલો (રજિસ્ટર્ડ) હોય.

ત્યારબાદ તમારા નંબર પર એક OTP આવશે, તે દાખલ કરીને લોગ-ઈન કરો.

હોમપેજ પર તમને 'LPG સેવાઓ' અથવા 'ભારત ગેસ' નો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.

હવે અંદર તમને 'eKYC' કે 'બાયોમેટ્રિક વેરિફિકેશન' નો વિકલ્પ મળશે. તેના પર ટેપ કરીને તમારો આધાર નંબર દાખલ કરો.

ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલા નંબર પર એક નવો OTP આવશે. તે નાખીને સબમિટ બટન પર ક્લિક કરો.

પ્રક્રિયા પૂરી થતાં જ તમને SMS અથવા એપમાં નોટિફિકેશન મળી જશે કે તમારું e-KYC સફળતાપૂર્વક થઈ ગયું છે.

આ પણ વાંચોઃ LPG કનેક્શન સરન્ડર કરવાની જરૂર નથી! PNG ગ્રાહકો માટે સરકારે બદલ્યા નિયમો, જાણો વિગત

જો મોબાઈલથી કામ ન થાય તો શું કરવું?

ઘણીવાર એવું બને કે કેટલાક કિસ્સાઓમાં માત્ર OTP થી કામ ન ચાલે અને સિસ્ટમ તમારી ફિંગરપ્રિન્ટ કે ફેસ રેકગ્નિશન (ચહેરાની ઓળખ) માંગે. જો મોબાઈલ એપમાં આ પ્રોસેસ પૂરી ન થઈ શકતી હોય, તો તમારે નજીકની ભારત ગેસ એજન્સી અથવા તેમના ડીલર પાસે જવું પડશે. ત્યાં માત્ર બાયોમેટ્રિક મશીન પર તમારો અંગૂઠો લગાવીને સેકન્ડોમાં જ તમારું e-KYC અપડેટ થઈ જશે.

યાદ રાખજો કે આ કામ પતાવવાની છેલ્લી તારીખ 30 જૂન, 2026 છે. છેલ્લી ઘડીની ટેકનિકલ ખામીઓ કે ભીડથી બચવા માટે આજે જ તમારા ઘરના તમામ ભારત ગેસ કનેક્શનનું સ્ટેટસ ચેક કરી લો અને e-KYC ની પ્રક્રિયા પૂરી કરી દો, જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે.

આ પણ વાંચોઃ હવે આ લોકોને LPG સિલિન્ડર નહીં મળે, સરકારે તાત્કાલિક બહાર પાડ્યો આદેશ, જાણો નવો નિયમ

Frequently Asked Questions

ભારત ગેસ e-KYC ની અંતિમ તારીખ શું છે?

ભારત ગેસ e-KYC પૂર્ણ કરવાની અંતિમ તારીખ 30 જૂન, 2026 છે. આ તારીખ પહેલા e-KYC ન કરાવનાર ગ્રાહકોની ગેસ સબસિડી બંધ થઈ શકે છે.

શા માટે સરકાર e-KYC ફરજિયાત બનાવી રહી છે?

સરકાર અને ઓઈલ કંપનીઓ નકલી અથવા ગેરકાયદેસર ગેસ કનેક્શન શોધવા માટે ડિજિટલ વેરિફિકેશન પર ભાર મૂકી રહી છે. આ e-KYC સાચા ગ્રાહકો સુધી સબસિડી પહોંચાડવામાં મદદ કરશે.

શું હું ઘરે બેઠા મોબાઈલથી ભારત ગેસ e-KYC કરી શકું છું?

હા, તમે 'HelloBPCL' એપ ડાઉનલોડ કરીને અને તેમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર તથા આધાર નંબર દાખલ કરીને ઘરે બેઠા e-KYC કરી શકો છો.

જો મોબાઈલ એપ દ્વારા e-KYC ન થાય તો શું કરવું?

જો મોબાઈલ એપમાં e-KYC પ્રક્રિયા પૂરી ન થાય, તો તમારે નજીકની ભારત ગેસ એજન્સી અથવા ડીલર પાસે જવું પડશે. ત્યાં બાયોમેટ્રિક મશીન પર તમારું e-KYC અપડેટ થઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
Embed widget