શોધખોળ કરો

હવે આ લોકોને LPG સિલિન્ડર નહીં મળે, સરકારે તાત્કાલિક બહાર પાડ્યો આદેશ, જાણો નવો નિયમ

LPG cylinder new rules 2026: ઈરાન-અમેરિકા યુદ્ધને લીધે સર્જાયેલી ગેસની અછત વચ્ચે સરકારનો મોટો નિર્ણય, પાઇપલાઇન ગેસ વાપરતા ગ્રાહકોને સિલિન્ડર આપવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાન-અમેરિકા તણાવે ભારતમાં ગેસની અછત સર્જી.
  • PNG વાપરતા ઘરોને હવે LPG સિલિન્ડર નહીં મળશે.
  • મધ્ય પૂર્વમાંથી 90% LPG આયાત, સ્થિતિ ગંભીર.
  • PNG પ્રોત્સાહન, સિલિન્ડરના ભાવ વધવાની શક્યતા.

LPG cylinder new rules 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિને કારણે ભારતમાં ગેસ અને તેલની ભારે અછત ઊભી થઈ છે. આ સંકટને પહોંચી વળવા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જે પરિવારો અત્યારે રસોઈ માટે પાઇપલાઇન ગેસ એટલે કે PNG (Piped Natural Gas) નો ઉપયોગ કરી રહ્યા છે, તેમને હવેથી ઘરે LPG ગેસ સિલિન્ડર નહીં આપવામાં આવે. સોમવારે સરકારે આ અંગેનો સત્તાવાર આદેશ જારી કરીને PNG કનેક્શન ધરાવતા લોકો માટે સિલિન્ડર ખરીદવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે, જેથી મર્યાદિત ગેસના જથ્થાનો યોગ્ય ઉપયોગ થઈ શકે.

યુદ્ધના કારણે સર્જાઈ છે ગેસની શોર્ટેજ

અમેરિકા અને ઈરાન (તેમજ ઇઝરાયલ) વચ્ચેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' (સામુદ્રધુની) બંધ થવાની નોબત આવી છે. દુનિયાભરના સપ્લાય માટે આ રસ્તો ખૂબ જ મહત્વનો છે. આ રૂટ પ્રભાવિત થવાથી આખી દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં LPG ગેસની ભારે અછત સર્જાઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં સરકારે તાત્કાલિક પગલાં રૂપે કેટલાક ઉદ્યોગોને અપાતા LPG સપ્લાયમાં પણ મોટા પાયે કાપ મૂકવો પડ્યો છે.

વિદેશી આયાત પર આપણી મોટી નિર્ભરતા

તમને જણાવી દઈએ કે, વર્ષ 2025 માં ભારતમાં મુખ્યત્વે રસોઈ માટે 33.15 મિલિયન મેટ્રિક ટન LPG નો જંગી વપરાશ નોંધાયો હતો. આપણી આ કુલ જરૂરિયાતમાંથી લગભગ 60% ગેસ તો આપણે વિદેશથી આયાત કરવો પડે છે. તેમાંય સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ આયાત થતા ગેસમાંથી 90% જેટલો જથ્થો માત્ર મધ્ય પૂર્વના દેશોમાંથી જ આવે છે, જ્યાં અત્યારે યુદ્ધનો માહોલ છે.

આ પણ વાંચોઃ LPG Price Cut: શું હવે એલપીજી ગેસના ભાવ ઘટશે? ભારત અને અમેરિકા વચ્ચે થઈ ઐતિહાસિક ડીલ, જાણો વિગત

સરકારનું ફોકસ PNG પર, સિલિન્ડર થઈ શકે છે મોંઘા

આ અછત અને આયાતની સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકાર હવે લોકોને પાઇપલાઇન વાળા ગેસ એટલે કે PNG નો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જેમના ઘરે પહેલેથી જ પાઇપલાઇન છે તેમને હવે વધારાનું સિલિન્ડર નહીં મળે, જેથી અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી ગેસ પહોંચાડી શકાય. નોંધનીય છે કે, તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે, ત્યારે હવે ગેસની આ શોર્ટેજને કારણે આવનારા સમયમાં LPG સિલિન્ડરના ભાવ પણ વધુ ભડકે બળે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ LPG price cut: સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં આપી રાહત, જાણો કિંતમાં કેટલો ઘટાડો કર્યો

Frequently Asked Questions

ભારતમાં LPG ગેસની અછત શા માટે સર્જાઈ રહી છે?

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' બંધ થવાની નોબત આવી છે, જેના કારણે ભારતમાં ગેસ અને તેલની ભારે અછત ઊભી થઈ છે.

PNG કનેક્શન ધરાવતા લોકોને હવે LPG સિલિન્ડર નહીં મળે તેવો નિર્ણય શા માટે લેવાયો છે?

મર્યાદિત ગેસના જથ્થાનો યોગ્ય ઉપયોગ થઈ શકે અને જરૂરિયાતમંદ લોકો સુધી ગેસ પહોંચાડી શકાય તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. PNG કનેક્શન ધરાવતા લોકોને હવે વધારાનું સિલિન્ડર નહીં મળે.

ભારત LPG ગેસની કેટલી જરૂરિયાત વિદેશથી આયાત કરે છે?

ભારત તેની કુલ LPG જરૂરિયાતમાંથી લગભગ 60% ગેસ વિદેશથી આયાત કરે છે. તેમાંથી 90% જેટલો જથ્થો મધ્ય પૂર્વના દેશોમાંથી આવે છે, જ્યાં હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે.

આગામી સમયમાં LPG સિલિન્ડરના ભાવ વધી શકે છે?

હા, ગેસની અછત અને આયાતની સમસ્યાને કારણે આવનારા સમયમાં LPG સિલિન્ડરના ભાવ પણ વધુ ભડકે બળે તેવી પૂરી શક્યતાઓ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Advertisement

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Embed widget