શોધખોળ કરો

Bikaji Foods IPO: Bikaji Foods નો IPO આજથી ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડ અને અન્ય ડિટેઇલ્સ?

બિકાજી ફૂડ્સના રોકાણકારોએ તેના IPOમાં ઓછામાં ઓછા 50 શેર માટે બિડ કરવી પડશે

Bikaji Foods IPO: નમકી અને મીઠાઈ બનાવતી કંપની બિકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલ લિમિટેડનો આઈપીઓ આજથી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. આઇપીઓ ગુરુવાર, 3 નવેમ્બર, 2022ના રોજ જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને સોમવાર, નવેમ્બર 7, 2022ના રોજ બંધ થશે. કંપનીએ શેર દીઠ રૂ. 285 -300ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ આ ઇશ્યૂ ઓફર ફોર સેલ છે એટલે કે તેમાં કોઇ નવા શેર વેચવામાં આવી રહ્યા નથી. આ આઇપીઓમાં પ્રમોટર્સ અને ઇન્વેસ્ટર્સ પોતાની હિસ્સેદારી વેચી રહ્યા છે.

Bikaji Foods IPO માટે પ્રાઇસ બેન્ડ જાણો

બિકાજી ફૂડ્સ દ્વારા IPO માટેની પ્રાઇસ બેન્ડ રૂ. 285 થી રૂ. 300 વચ્ચે નક્કી કરવામાં આવી છે. કંપની આ IPO દ્વારા 881.2 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. IPO હેઠળ 2.94 કરોડ શેરનું વેચાણ  ઓફર ફોર સેલ હેઠળ કરવામાં આવશે.

IPOમાં ઓછામાં ઓછી કેટલા રૂપિયાનું રોકાણ કરવું જોઈએ?

બિકાજી ફૂડ્સના રોકાણકારોએ તેના IPOમાં ઓછામાં ઓછા 50 શેર માટે બિડ કરવી પડશે અને આમ રિટેલ રોકાણકારે ઈશ્યૂમાં કુલ રૂ. 15,000 (50 સ્ટોક્સ X 300 રૂપિયા)નું રોકાણ કરવું પડશે. બિકાજી ફૂડ્સે IPO ખુલતા પહેલા જ એન્કર રોકાણકારો પાસેથી 262.11 કરોડ રૂપિયા એકઠા કર્યા છે અને શેર દીઠ 300 રૂપિયાના ભાવે શેર ફાળવવામાં આવ્યા છે. કુલ 87.37 લાખ શેર ફાળવવામાં આવ્યા છે.

બિકાજી ફૂડ્સના શેર ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પર છે

બિકાજી ફૂડ્સના શેર આજે ગ્રે માર્કેટમાં રૂ. 71ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે અને જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો કંપનીના શેરના લિસ્ટિંગ સમયે રોકાણકારોને સારો નફો મળી શકે છે. કંપનીના શેર બુધવાર, 16 નવેમ્બર, 2022 ના રોજ મુખ્ય સ્ટોક એક્સચેન્જો BSE અને NSE પર લિસ્ટ થવાની અપેક્ષા છે. શેર ફાળવણીના આધારને અંતિમ સ્વરૂપ શુક્રવાર, નવેમ્બર 11, 2022 ના રોજ અપેક્ષિત છે.

શિવ રતન અગ્રવાલ, દીપક અગ્રવાલ, શિવ રતન અગ્રવાલ (HUF) અને દીપક અગ્રવાલ (HUF) કંપનીના પ્રમોટર્સ છે. સ્થાપક શિવ રતન અગ્રવાલ અને દીપક અગ્રવાલ 25-25 લાખ શેર વેચશે. ઇન્ડિયા 2020 મહારાજા (PE ફર્મ લાઇટહાઉસ) 1.21 કરોડ શેરનું વેચાણ કરશે, IIFL સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ 1.1 કરોડ શેરનું વેચાણ કરશે અને એવેન્ડસ ફ્યુચર લીડર્સ ફંડ 12 લાખ શેરનું વેચાણ કરશે.

તમને જણાવી દઈએ કે, બિકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલના ફાઉન્ડર શિવ રતન અગ્રવાલ હલ્દીરામના ફાઉન્ડર ગંગાબિશન અગ્રવાલના પૌત્ર છે. શિવ રતન અગ્રવાલે 1986માં કંપનીની સ્થાપના કરી હતી. તે મૂળરૂપે શિવદીપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરીકે સામેલ કરવામાં આવ્યું હતું. 1993માં કંપનીનું નામ બદલીને બિકાજી ફૂડ્સ કરવામાં આવ્યું.

નોંધનીય છે કે, બીકાજી એ ભારતની સૌથી મોટી ઝડપી મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ બ્રાન્ડ્સમાંની એક છે જેની આંતરરાષ્ટ્રીય હાજરી છે, જે ભારતીય નાસ્તા અને મીઠાઈઓનું વેચાણ કરે છે અને ભારતીય સંગઠિત નાસ્તા બજારમાં સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાંની એક છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શનRajkot Farmer | ધોરાજીમાં ખેડૂતોની હાલત કફોડી, મગફળીના પાથરા ફેરવવા મજૂર ન મળતા હાલાકીSurendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આ રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 35 ટકા અનામત, કેબિનેટે આપી મંજૂરી 
આ રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 35 ટકા અનામત, કેબિનેટે આપી મંજૂરી 
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
Embed widget