શોધખોળ કરો
Advertisement
'બિકિની એરલાઈન' ભારતમાં શરૂ કરશે સર્વિસ, ટિકિટની કિંમત જાણીને આંખો પર નહીં થાય વિશ્વાસ
2011માં એક વિજ્ઞાપનમાં એરલાઇનની તમામ મહિલા કર્મચારી બિકિનીમાં નજરે પડી હતી. જે બાદ તે વિશ્વમાં બિકિની એરલાઇન તરીકે જાણીતી થઈ હતી.
નવી દિલ્હીઃ વિશ્વભરમાં બિકિની એરલાઇનથી જાણીતી વિયેટનામની બજેટ એરલાઇન વિયેતજેટ ચાલુ વર્ષે ડિસેમ્બરમાં ભારતમાં પોતાની સેવા શરૂ કરશે. કંપની નવી દિલ્હી તથા હનોઈ, હો ચી મિન્હ સિટી વચ્ચે છ ડિસેમ્બરથી ફ્લાઇટ શરૂ થશે. એરલાઇન્સે ત્રણ દિવસ માટે સુપર સેવિંગ ટિકિટ્સની એક ઓફર રજૂ કરી છે, જેની કિંમત માત્ર 9 રૂપિયાથી શરૂ થાય છે.
એરલાઇન લોન્ચિંગનો જશ્ન મનાવવા ઉપરોક્ત ઓફર રજૂ કરી છે. એરલાઇનના જણાવ્યા મુજબ 6 ડિસેમ્બર, 2019થી નવી દિલ્હીથી દર સપ્તાહે સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારના રોજ ઉડાન ભરશે. જ્યારે હનોઈથી નવી દિલ્હી રૂટ પર દર સપ્તાહે મંગળવાર, ગુરુવાર અને શનિવારે રિટર્ન ફ્લાઇટ્સ ઉડાન ભરશે.
વિયેતજેટના વાઇસ પ્રેસિડેન્ટ ગુયેન થાન સોને કહ્યું, અમે ભારરત અને વિયેતનામ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરીને અમારી સેવાનું વિસ્તરણ ભારતમાં કરવાથી ઘણા પ્રસન્ન છીએ. ભારત અમારા માટે પ્રાથમિકતાના આધાર પણ ઘણું મહત્વપૂર્ણ બજાર છે. ભારતીય મુસાફરોને આરામદાયક માહોલમાં યાત્રાનો શ્રેષ્ઠ અનુભવ કરાવવા અમે પ્રતિબદ્ધ છીએ.
2011માં એક વિજ્ઞાપનમાં એરલાઇનની તમામ મહિલા કર્મચારી બિકિનીમાં નજરે પડી હતી. જે બાદ તે વિશ્વમાં બિકિની એરલાઇન તરીકે જાણીતી થઈ હતી.
દિલ્હીમાં નવનિર્મિત ગુજરાત ભવનનું PM મોદી કરશે લોકાર્પણ, જાણો અંદર કેવી છે સુવિધા
બોલીવુડની આ હોટ એકટ્રેસે શાહરૂખ સાથે પ્રથમ મુલાકાતને લઈ કહ્યું, ‘પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવું લાગ્યું’
ભાજપમાં જોડાયાના માત્ર બે દિવસમાં જ હેમંત ચૌહાણે ફેરવી તોળ્યું, વીડિયો પોસ્ટ કરીને કહી આ મોટી વાત, જાણો વિગત
કોહલી, બુમરાહે બતાવ્યા સિક્સ પેક, રોહિત અને પંતે ફાંદ છુપાવવા શું કર્યું, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement