શોધખોળ કરો

Bitcoinના ભાવ 57000 ડોલર કુદાવી જતા માર્કેટ કેપ વધીને 1 ટ્રિલિયન ડોલરની સપાટીએ પહોંચ્યું

છેલ્લા બાર મહિનામાં બિટકોઈનનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 178 અબજથી વધી 1006થી 1007 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે.

બિટકોઈન ગયા શનિવારે એક ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપ સુધી પહોંચી ગયું છે. વિશ્વની સૌથી જાણીતી ક્રિપ્ટોકરન્સીએ વિતેલા સપ્તાહે 57 હજાર ડોલરનો આંકડો પાર કર્યો હતો. વિતેલા એક સપ્તાહ દરમિયાન તેમાં 11 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ સપ્તાહે સપ્તાહ તે 64 ટકા સુધી ઉછળ્યો છે. બિટોકઈનમાં એલન મસ્કના રોકાણ બાદ તેની કિંમત ઝડપથી વધી છે. તેમાં ટેસ્લા, માસ્ટરકાર્ડથી લઈને બીએનવાઈ મેલન સુધીએ રોકાણ કર્યું છે. વિશ્ની તમામ ક્રિપ્ટોકરન્સીની કુલ માર્કેટ વેલ્યૂએશન 1.7 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. દિગ્ગજ કંપનીઓના રોકાણથી વધી કિંમત બિટકોઈનના ભાવ આ સપ્તાહમાં પ્રથમ તબક્કે 50000 ડોલરને આંબી ગયા પછી એકધારા ઉછળતા રહેતાં સપ્તાહના અંતે 57000 ડોલરની ઉપર ગયા છે. અમેરિકાની મોટી તથા ઈલેકટ્રીક કાર બનાવતી કંપની ટેસ્લાએ બિટકોઈન ખરીદવાની જાહેરાત કર્યા પછી બિટકોઈનની બજારમાં તેજીનું તોફાન શરૂ થયું હતું અને જોતજોતામાં ભાવ 7થી 8 હજાર ડોલર વધી જતાં નવા રેકોર્ડ સર્જાયા હતા. રૂપિયામાં ગણતાં માર્કેટ કેપિટલાઈઝેશન વધી રૂ.75 લાખ કરોડ મનાઈ રહ્યું છે. બિટકોઈનની કુલ માર્કેટ કેપ આ વર્ષે 450 અબજ ડોલર જેટલી વધી છે. આ વર્ષે ભાવ 90થી 95 ટકા વધ્યા છે તથા હવે બિટકોઈનની ગણતરી ડિજીટલ ગોલ્ડ તરીકે થવા લાગી છે!
છેલ્લા બાર મહિનામાં બિટકોઈનનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 178 અબજથી વધી 1006થી 1007 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. એક સમયે એક ડોલર સામે એક બિટકોઈન મળતું હતું અને હવે આવા એક બિટકોઈન ખરીદવા 57 હજાર ડોલર ચુકવવા પડે છે! વિશ્વભરમાં જેટલું પણ સોનું છે તેની માર્કેટ વેલ્યૂએશન 9થી 10 ટ્રિલિયન ડોલર છે. જોકે નિષ્ણાંતોનું કહેવું છે કે બિટકોઈનની હાલની કિંમત તેની અસરી કિંમત કરતાં ઘણી વધારે છે. વિશ્વમાં હેવ બિટકોઈનની સ્વીકાર્યતા વધી રહી છે. એપલ અને ટેસ્લા જેવી મલ્ટીનેશનલ કંપની પણ બિટકોઈનમાં રોકાણ કરી રહી છે. વિતેલા સપ્તાહે એલન મસ્કની ટેસ્લાએ બિટકોઈનમાં 1.5 અબજ ડોલરનું મોટું રોકાણ કર્યું છે. ઉપરાંત મોટી વીમા કંપનીઓ જેમ કે માસ-મ્યુચ્યુઅલ, એસેટ મેનેજર ગેલેક્સી ડિજિટલ હોલ્ડિંગ, પેમેન્ટ કંપની સ્ક્વેરે પણ બિટકોઈનમાં રોકાણ કર્યું છે. આ જ કારણે બિટકોઈની વેલ્યૂમાં ઉછાળો આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Embed widget