શોધખોળ કરો

Stock Market Crashes: ભારતીય શેર બજાર ઊંધે માથે પટકાયા, સેન્સેક્સમાં 1100 તો નિફ્ટીમાં 338 પોઈન્ટનો કડાકો

આજે બજારના ઘટાડા પાછળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)નો મોટો ફાળો છે. રિલાયન્સનો શેર 4.5% ઘટીને રૂ. 2,378 થયો છે.

Share Market Update: સોમવાર ભારતીય શેરબજાર માટે કાળો દિવસ બની ગયો છે. દિવસના કારોબારમાં ભારતીય શેરબજારોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1000 અને નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો છે. સેન્સેક્સ 1086 પોઈન્ટ ઘટીને 58,555 પર અને નિફ્ટી 318 પોઈન્ટ ઘટીને 17,444 પર છે.

બેન્કિંગ, ઓટો, આઇટી ફાઇનાન્સિયલ સર્વિસિસ અને એફએમસીજી જેવા સેક્ટરમાં મોટો કડાકો બોલી ગયો છે. બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ બન્નેમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળી રહ્યું છે. બજાજ ફાઇનાન્સ રૂ.422 ઘટી રૂ.7068, બજાજ ફિનસર્વ રૂ.762 ઘટી રૂ.17,150, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ.98 ઘટી રૂ.2374 અને મારુતિ સુઝુકી રૂ.225 ઘટી રૂ.7887 પર ટ્રેડ થયા હતા.

વધતા શેરોમાં ટેલિકોમ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એરટેલ દ્વારા ટેરિફ વધારવાના નિર્ણય બાદ આ વધારો થયો છે. તે જ સમયે, Paytmના શેરમાં બીજા ટ્રેડિંગ દિવસે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.

આજે બજારના ઘટાડા પાછળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)નો મોટો ફાળો છે. રિલાયન્સનો શેર 4.5% ઘટીને રૂ. 2,378 થયો છે. છેલ્લા એક સપ્તાહમાં સ્ટોક લગભગ 10% તૂટ્યો છે. કંપનીએ શુક્રવારે મોડી રાત્રે એક નિવેદન આપ્યું હતું કે સાઉદી અરામકો સાથેનો તેનો સોદો હાલ અટકાવી દેવામાં આવ્યો છે અને હવે તેના પર નવેસરથી વિચારવામાં આવશે. આ માટે ફરીથી મૂલ્યાંકન કરવામાં આવશે.

નિવેદન બાદ આજે પહેલીવાર બજાર ખુલ્યું છે, જેની અસર તેના શેર પર જોવા મળી છે. સાઉદી અરામકો રિલાયન્સના ઓઈલ ટુ કેમિકલ (O2C) બિઝનેસમાં 20% હિસ્સો ખરીદવા માંગે છે. આ ડીલ 15 બિલિયન ડોલરમાં થવાની છે. આ ડીલ પર પહેલીવાર ઓગસ્ટ 2019માં વાતચીત શરૂ થઈ હતી.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 350 પોઈન્ટ ડાઉન છે. નિફ્ટી હાલમાં 17,414 પર ટ્રેડ કરી રહ્યો છે. આજે નિફ્ટી 17,796 પર ખુલ્યો હતો અને દિવસ દરમિયાન તે 17,611 ની નીચી સપાટી બનાવી હતી જ્યારે તેણે 17,805 ની ઊંચી સપાટી બનાવી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 39 શેરમાં ઘટાડો છે જ્યારે 11 શેરો લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટી મિડકેપ, નિફ્ટી બેન્ક, ફાઇનાન્સિયલ અને નિફ્ટી નેક્સ્ટ 50 તમામ સૂચકાંકો ઘટ્યા છે. મિડકેપ 1% થી વધુ નીચે છે. નિફ્ટીમાં ઘટતા શેરોમાં રિલાયન્સ, મારુતિ ઉપરાંત કોલ ઈન્ડિયા અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
Embed widget