શોધખોળ કરો

ગજબ! હવે ઘરે બેઠાં 10 મિનિટમાં મળશે પાસપોર્ટ સાઇઝ ફોટો, આ કંપનીએ હોમ ડિલિવરી સર્વિસ શરૂ કરી

How to get Passport Size Photo at Home: શું તમે પણ ઘરે બેઠાં પાસપોર્ટ સાઇઝ ફોટો બનાવવા માંગો છો? તો Blinkit તમારા માટે સૌથી જબરદસ્ત સેવા લાવ્યું છે. ચાલો તેના વિશે જાણીએ...

How to get Passport Size Photo at Home: હવે વિઝા એપોઇન્ટમેન્ટ પહેલાં ફોટો સ્ટુડિયો જવાની જરૂર નથી, કારણ કે Blinkit એ એક ખૂબ જ ખાસ સેવા શરૂ કરી છે. Blinkit ના CEO અલબિંદર ઢીંડસાએ જાહેરાત કરી છે કે ગ્રોસરી ડિલિવરી એપ હવે માત્ર 10 મિનિટમાં પાસપોર્ટ સાઇઝના ફોટો સીધા તમારા દરવાજે પર ડિલિવર કરશે. એટલું જ નહીં Blinkit પહેલેથી જ તમને દસ્તાવેજો પ્રિન્ટ કરવાની સુવિધા આપી રહ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે તેમની કિંમતો સામાન્ય પ્રિન્ટ સ્ટોરની સરખામણીમાં ખૂબ ઓછી છે. આગામી વખતે જ્યારે તમને જલદી ફોટોની જરૂર પડે, ત્યારે Blinkit તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.

નવી સુવિધાની જાહેરાત કરતા કંપનીએ જણાવ્યું છે કે આ ખાસ સેવા હાલ પૂરતી દિલ્હી અને ગુરુગ્રામમાં શરૂ કરવામાં આવી રહી છે જેમાં Blinkit ના ગ્રાહકો 10 મિનિટમાં પાસપોર્ટ ફોટો મંગાવી શકે છે. આ સેવા જલ્દી જ અન્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે. ગ્રાહકો Blinkit એપ દ્વારા ઓર્ડર આપી શકે છે, બિલકુલ એવી જ રીતે જેવી રીતે તેઓ કિરાણા સામાન અથવા ઘરેલું સામાન માટે કરે છે.

ઓર્ડર આપ્યા પછી, ફોટો પ્રિન્ટ થઈ જાય છે અને 10 મિનિટની અંદર તમારા સરનામે ડિલિવર થઈ જાય છે. આની મદદથી તમારે ફોટો સ્ટુડિયોમાં જવું પડશે નહીં અથવા જલદીથી ફોટો પ્રિન્ટ કરવા માટે જગ્યા શોધવી પડશે નહીં. જોકે કંપનીએ એ જણાવ્યું નથી કે Blinkit તમને એ પસંદ કરવાની સુવિધા આપશે કે તમે તમારી તસવીર કયા પ્રકારના પેપર પર પ્રિન્ટ કરાવવા માંગો છો, પરંતુ શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટ્સથી જાણવા મળે છે કે વપરાશકર્તાઓ તેમની પસંદના પેપરની સાથે સાથે તસવીરના મનપસંદ સાઈઝ પણ પસંદ કરી શકે છે.

હાલ પૂરતું, જો તમે દિલ્હી અથવા ગુરુગ્રામમાં છો અને તમને જલદીથી પાસપોર્ટ ફોટોની જરૂર છે, તો Blinkit તમારા માટે છે. આજની ઝડપી દુનિયામાં, દરેક મિનિટનું મહત્વ છે. Blinkit નોઈડામાં પણ ડિલિવરી કરે છે પરંતુ એ વિશે કોઈ માહિતી નથી કે આ સેવાઓ નોઈડામાં ઉપલબ્ધ થશે કે નહીં.                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક

ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન

‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન

PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદનો પ્રારંભ, સુરતના ઉમરપાડામાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદChinese Garlic Protest | ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના વેપારીઓમાં ભારે રોષ, જુઓ અહેવાલRahul Gandhi | લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ નહોતી થઈ | રાહુલ ગાંધીના નિવેદનથી ખળભળાટGujarat Rain Forecast | ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત

શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?

iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ

Ahmedabad: નશાની હાલતમાં થતા અકસ્માત કેસમાં ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યુ?

Embed widget