શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
BSNL ગ્રાહકો માટે સારા સમાચાર, હવે 50 રૂપિયા સુધી મળશે ટોકટાઈમ લોન
BSNLએ ટોકટાઈમ લોન વધારીને 50 રૂપિયા સુધી કરી છે. અત્યાર સુધી માત્ર 10 રૂપિયા સુધી જ લોન લઈ શકાતી હતી.
નવી દિલ્હીઃ દેશની સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે પોતાના ગ્રાહકોને જાળવી રાખવા માટે નવા નવા પ્રયત્ન કરી રહી છે. તેની સાથે જ કંપની પોતાની કેટલીક જૂની સ્કીમોને પણ અપગ્રેડ કરી રહી છે. તેમાંથી જ એક છે ટોકટાઈમ લોન. કંપની ઘણાં સમયતી પોતાના ગ્રાહકોને ઇમરજન્સી સ્થિતિ માટે ટોકટાઈમ લોનની સુવિધા આપતી રહી છે અને હવે કંપનીએ ટોકટાઈમ વધારવાનો નિર્ણય કર્યો છે.
10થી 50 રૂપિયા સુધીનો મળશે વિકલ્પ
રિપોર્ટ્સ અનુસાર BSNLએ ટોકટાઈમ લોન વધારીને 50 રૂપિયા સુધી કરી છે. અત્યાર સુધી માત્ર 10 રૂપિયા સુધી જ લોન લઈ શકાતી હતી, પરંતુ હવે ગ્રાહક કોઈપણ ઇમર્જન્સી સ્થિતિમાં 50 રૂપિયા સુધીની લોન લઈ શકશે.
પ્રીપેડ ગ્રાહકોએ તેના માટે એક ખાસ કોડ નંબર ડાયલ કરવાનો રહેશે. તેના માટે BSNL ગ્રાહકોએ USSD code- *511*7# પોતાના ફોનથી ડાયલ કરવાનું રહેશે. ત્યાર બાદ યૂઝર્સની સામે અલગ અલગ ટોકટાઇમ લોનનો વિકલ્પ આવી જશે.
તેમાં 10, 20, 30, 40 અને 50 રૂપિયાનો વિકલ્પ આવશે, જેમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે. પસંદગી બાદ BSNL તરત જ રિક્વેસ્ટ પર કાર્રવાઈ કરશે અને એટલી જ રકમ યૂઝર્સના પ્રીપેડ એકાઉન્ટમાં ઉપલબ્ધ કરાવશે. લોનની રકમ આગામી રિચાર્ચ રકમમાંછી કાપી લેવામાં આવશે.
લોકડાઉનમાં આપ્યો હતો ફ્રી ટોકટાઇમ
કોરોનાવાયરસ સંક્ટ દમરિયાન ટોકટાઈમ લોનમાં કરવામાં આવેલ વધારો ઘણો કારગર સાબિત થયો હતો. આ પહેલા લોકડાઉન દમરિયાન પણ કંપનીએ યૂઝર્સના એકાઉન્ટમાં 10 રૂપિયા વધારાનો ટોકટાઈમ ઉપલબ્ધ કરાવ્યો હતો અને સાથે જ વેલિડિટી પણ વધારી હતી. જેથી પોતાના ઘરથી દૂર રહેલ પ્રવાસીઓની મુશ્કેલી ઓછી થાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion