શોધખોળ કરો

Budget 2022 Highlights:એજ્યુકેશન માટે બજેટમાં શું કરાઇ જાહેરાત, જાણો બજેટની 10 મહત્વની બાબતો

Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. તેમણે રોજગાર, આવાસ અને શિક્ષણ વગેરે અંગે ઘણી મોટી જાહેરાતો કરી.

Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. તેમણે રોજગાર, આવાસ અને શિક્ષણ વગેરે અંગે ઘણી મોટી જાહેરાતો કરી.

આવકવેરામાં કોઈ છૂટ નહીં, મધ્યમ વર્ગ નિરાશ, કોર્પોરેટને રાહત

આ વખતના બજેટથી મધ્યમ વર્ગ નિરાશ થયો છે. વાસ્તવમાં, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબ પર કોઈ નવી જાહેરાત કરી નથી. જેના કારણે આ વખતે પણ આવકવેરામાં કોઈ છૂટ નથી. જો કે   કોર્પોરેટને પણ રાહત આપવામાં આવી છે. કોર્પોરેટ સરચાર્જ 12% થી ઘટાડીને 7% કરવામાં આવ્યો છે.

NPSમાં રાજ્ય સરકારના કર્મચારીઓનો 14 ટકા હિસ્સો હવે ટેક્સ કપાત હેઠળ છે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન યોજનામાં યોગદાન પર 14% સુધીની કર રાહત મળે છે, જ્યારે રાજ્ય સરકારના કર્મચારીઓને 10% મળે છે. તેમાં ફેરફાર કરીને રાજ્ય સરકારને 14% ટેક્સ રાહત આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓની જેમ NPSમાં યોગદાન પર ટેક્સમાં છૂટ મળશે.

 ખેતી માટે શું કરી જાહેરાત

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે 'આત્મનિર્ભર ભારતનું બજેટ 2022-23' રજૂ કર્યું છે. નાણામંત્રી સીતારમણે કહ્યું કે વર્ષ 2023ને અનાજનું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. રવી 2021-22માં 163 લાખ ખેડૂતો પાસેથી 1208 મેટ્રિક ટન ઘઉં અને અનાજ ખરીદવામાં આવશે. આ સાથે ખેડૂતોને ડિજિટલ સેવાઓ આપવામાં આવશે અને ભારતમાં ગરીબી નાબૂદીના લક્ષ્ય પર જોરશોરથી કામ કરવામાં આવશે. ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. 100 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનસ બનાવવામાં આવશે.

ડીજિટલ યુનિવર્સિટીની જાહેરાત

મંગળવારે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટની જાહેરાત કરી. આ બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રીએ માહિતી આપી હતી કે દેશના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરનું સરળ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સરકાર ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરશે. આ યુનિવર્સિટી ISTE ધોરણની હશે.

પોસ્ટઓફિસમાં પણ થશે હવે ઓનલાઇન ટ્રાન્ઝિકશન,ATMની સુવિધા પણ અપાશે

પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન ટ્રાન્સફર પણ શક્ય બનશે અને પોસ્ટ ઓફિસ કોર બેંકિંગ સેવા હેઠળ આવશે. 75 જિલ્લામાં ડિજિટલ બેંકિંગ શરૂ કરવામાં આવશે. 2022થી પોસ્ટ ઓફિસમાં ડિજિટલ બેંકિંગ પર કામ કરવામાં આવશે. પોસ્ટ ઓફિસમાં ATMની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

વિદેશ જનાર માટે પણ મોટી જાહેરાત

ઉપરાંત બજેટમાં વિદેશ જનાર માટે પણ મોટી જાહેરાત કરાઇ છે. 2022-23થી જ ચિપવાળા ઇ-પાસપોર્ટ અપાશે. તેમણે રેલવે માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે.

60 લાખ નવી નોકરીઓની જાહેરાત

આ સિવાય સરકારે બજેટમાં યુવાનોને પણ રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 60 લાખ નવી નોકરીઓની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે 30 લાખ વધારાની નોકરીઓ ઉપલબ્ધ કરાવવાની સંભાવના છે.

જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચ્યું

નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન રેકોર્ડ સ્તરે આવી ગયું છે. રોગચાળા છતાં આર્થિક પ્રવૃત્તિમાં ઝડપી વૃદ્ધિને કારણે GST સંગ્રહમાં સારો ઉછાળો જોવા મળ્યો છે.

ક્રિપ્ટોકરન્સીમાંથી આવક પર 30% ટેક્સ

વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સમાંથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગશે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે ક્રિપ્ટોકરન્સી પણ તેના કાર્યક્ષેત્રમાં આવશે અને ક્રિપ્ટોકરન્સીમાંથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગશે.

RBI વર્ષ 2022માં ડિજિટલ કરન્સી લોન્ચ કરશે

આરબીઆઈ વર્ષ 2022માં ડિજિટલ કરન્સી લોન્ચ કરશે અને તેના દ્વારા દેશમાં સત્તાવાર રીતે ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવશે.

Budget 2022 Highlights:એજ્યુકેશન માટે બજેટમાં શું કરાઇ જાહેરાત, જાણો બજેટની 10 મહત્વની બાબતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે દેશનું બજેટ 
Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે દેશનું બજેટ 
Budget 2025: બજેટમાં મધ્યમ વર્ગને મળશે મોટી કર રાહત! PM મોદીએ એવું શું કહ્યું કે, બધે થવા લાગી ચર્ચા?
Budget 2025: બજેટમાં મધ્યમ વર્ગને મળશે મોટી કર રાહત! PM મોદીએ એવું શું કહ્યું કે, બધે થવા લાગી ચર્ચા?
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુલડોઝર પર બબાલ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને ડામ કેમ ?Mega Demolition Drive: દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે રેન્જ IGની પ્રેસ કોન્ફરન્સPM Modi: કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું કર્યું અપમાન: પ્રધાનમંત્રી મોદીના સોનિયા ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે દેશનું બજેટ 
Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે દેશનું બજેટ 
Budget 2025: બજેટમાં મધ્યમ વર્ગને મળશે મોટી કર રાહત! PM મોદીએ એવું શું કહ્યું કે, બધે થવા લાગી ચર્ચા?
Budget 2025: બજેટમાં મધ્યમ વર્ગને મળશે મોટી કર રાહત! PM મોદીએ એવું શું કહ્યું કે, બધે થવા લાગી ચર્ચા?
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
Embed widget