શોધખોળ કરો
Advertisement
ઘર ખરીદવા પર ટેક્સ છૂટ વધી શકે છે, બજેટમાં થઇ શકે છે જાહેરાત
કેન્દ્ર સરકાર બજેટમાં આવાસ માટે મોટી જાહેરાત કરી શકે છે. ખાસ કરીને સસ્તા મકાનો માટે આપવામાં આવતી ટેક્સ છૂટ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો પહોંચાડી શકે છે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર બજેટમાં આવાસ માટે મોટી જાહેરાત કરી શકે છે. ખાસ કરીને સસ્તા મકાનો માટે આપવામાં આવતી ટેક્સ છૂટ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો પહોંચાડી શકે છે. એક્સપર્ટના મતે સરકાર હોમ લોન હેઠળ ટેક્સમાં બચત ઘટાની સીમા વધારી શકે છે. વાસ્તવમાં જ્યારે નિર્માણ પાંચ વર્ષમાં પુરુ થઇ જાય ત્યારે હોમ લોનના વ્યાજ પર પુરી છૂટ મળી શકે છે. પરંતુ નિર્માણાધીન ઘરોની આપૂર્તિમાં મોડું થઇ રહ્યુ છે અને જ્યારે કોઇને મકાન મળે છે તો તે નાણાકીય વર્ષની સાથે નિર્માણના સમયના વ્યાજ બે લાખની સીમા પાર કરી જાય છે. એવામાં ખરીદદાર પર બિનજરૂરી બોજ પડે છે. એવામા બે લાખની વાર્ષિક વ્યાજની સીમા વધારી શકાય છે.
બીજા ઘરની ખરીદી પર લેવામાં આવેલી લોન પર વ્યાજ પર ઘટાડાનો પુરો લાભ મળે છે. પરંતુ 2018માં લોન પર વ્યાજની છૂટની કુલ સીમા બે લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જેનાથી લોન પર લેવામાં આવેલા બીજા મકાન પર વ્યાજ છૂટનો ફાયદો મળી રહ્યો નથી. ઘરોની ખરીદી વધારીને રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી આવવાથી મંદી દૂર કરી રોજગાર વધારવાના મોદી સરકારના પ્રયાસમાં રંગ લાગી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement