શોધખોળ કરો
આ રવિવારે ખુલી રહેશે દેશની તમામ સરકારી બેંક, જાણો શું છે કારણ...

મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મંગળવારે કહ્યું કે, સરકારી લેવડ દેવડ કરતી તમામ બંકોની શાખા આ રવિવારે ખુલી રહેશે. આરબીઆઈએ આ મામલે તમામ બેંકોને આદેશ જારી કર્યા છે. ચાલુ નાણાંકીય વર્ષનો અંતિમ દિવસ 31 માર્ચ છે અને આ દિવસે રવિવાર આવે છે. માટે સરકારી લેવડ દેવડ કરતી બેંક શાખાઓને ખુલી રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
રિઝર્વ બેંકે એક નોટિફિકેશન જારી કરીને કહ્યું કે, ભારત સરકારે કહ્યું છે કે, સરકારી લેવડ દેવડ માટે 31 માર્ચ 2019ના રોજ તેના તમામ પે એન્ડ એકાઉન્ટ કાર્યાલય ખુલા રહેશે. માટે તમામ એજન્સી બેંકોને સલાહ આપવામાં આવે છે કે, સરકારી લેવડ દેવડ કરતી તેની તમામ શાખાઓ રવિવારે 31 માર્ચ, 2019ના રોજ ખુલી રહેશે. આ તમામ શાખાઓ સવારે 8 કલાકથી સાંજે 6 કલાક સુધી ખુલી રહેશે.
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આરટીજીએસ અને એનઈએફટી સહિત તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક લેવડ દેવડ પણ 30 અને 31 માર્ચ, 2019ના રોજ વધારાના સુધી ચાલી રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
Advertisement
