શોધખોળ કરો

EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી

Cabinet Meeting: કેબિનેટે ભારે ઉદ્યોગ મંત્રાલયના પીએમ ઈ-ડ્રાઈવ પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેના પર 2 વર્ષમાં 10,900 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

PM E-DRIVE: દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પીએમ ઈ ડ્રાઈવ (PM E-DRIVE) યોજનાને મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દેશમાં ઇલેક્ટ્રિક મોબિલીટીને પ્રોત્સાહન આપવા માટે 10,900 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ યોજના હેઠળ ઈ ટુવ્હીલર્સ, ઈ થ્રી વ્હીલર્સ, ઈ એમ્બ્યુલન્સ, ઈ ટ્રક અને અન્ય ઉભરતા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 3679 કરોડની સબસિડી પણ આપવામાં આવશે. આ ઉપરાંત આ યોજના હેઠળ 24.79 લાખ ઈ-ટુવ્હીલર, 3.16 ઈ થ્રી વ્હીલર્સ અને 14,028 ઈ-બસને સપોર્ટ મળશે.

સબસિડી કેવી રીતે મળશે?
મોદી કેબિનેટે ભારે ઉદ્યોગ મંત્રાલયના પીએમ ઇ-ડ્રાઇવ (PM Electric Drive Revolution in Innovative Vehicle Enhancement) પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને આગામી 2 વર્ષમાં આ યોજના પાછળ રૂપિયા 10,900 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ભારે ઉદ્યોગ મંત્રાલય ઇલેક્ટ્રિક વાહનોના ખરીદદારો માટે ઈ-વાઉચર્સ લઈને આવી રહ્યું છે જેથી તેઓ યોજના હેઠળ આપવામાં આવતા ઈન્સેટિવનો ફાયદો મેળવી શકે. ઇલેક્ટ્રિક વાહન ખરીદતી વખતે આ યોજના સાથે જોડાયેલ પોર્ટલ ખરીદનાર માટે આધાર પ્રમાણિત ઈ-વાઉચર જનરેટ કરશે. ઈ-વાઉચર ડાઉનલોડ કરવા માટેની લિંક ઈવી ખરીદનાર ખરીદનારના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.

ઈ-વાઉચર પર વાહન ખરીદનાર સહી કરે તે પછી, યોજના હેઠળના ઈન્સેટિંવનો લાભ લેવા માટે તેને ડીલરો પાસે જમા કરાવવાનું રહેશે. ત્યાર બાદ ડીલરોના હસ્તાક્ષર બાદ તેને પીએમ ઈ-ડ્રાઈવ પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે. હસ્તાક્ષર કરવામાં આવેલ વાઉચર ખરીદનાર અને ડીલરને SMS દ્વારા મોકલવામાં આવશે. આ યોજના હેઠળ વળતરનો દાવો(Reimbursement Claim) કરવા માટે OEM માટે સહી કરેલ ઇ-વાઉચર આવશ્યક છે.

આ પણ વાંચો...

માધબી પુરી બુચ પર હિંડનબર્ગનો નવો આરોપ, 'સેબી અધ્યક્ષ બન્યા બાદ ચાર કંપનીઓ પાસેથી લીધા પૈસા'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Embed widget