(Source: ECI/ABP News/ABP Majha)
માધબી પુરી બુચ પર હિંડનબર્ગનો નવો આરોપ, 'સેબી અધ્યક્ષ બન્યા બાદ ચાર કંપનીઓ પાસેથી લીધા પૈસા'
Hindenburg Research:એવો આરોપ છે કે સેબીના ચેરપર્સને હોલ-ટાઇમ મેમ્બર (WTM) તરીકે કામ કરતી વખતે તેમની ખાનગી કન્સલ્ટિંગ ફર્મ દ્વારા કેટલીક લિસ્ટેડ કંપનીઓ પાસેથી પેમેન્ટ લેવામાં આવ્યું છે.
Hindenburg research: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરપર્સન માધબી પુરી બુચની (Madhabi Puri Buch) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. હવે હિંડનબર્ગ રિસર્ચે તેમના પર નવા અને ગંભીર આરોપો લગાવ્યા છે. એવો આરોપ છે કે સેબીના ચેરપર્સને હોલ-ટાઇમ મેમ્બર (WTM) તરીકે કામ કરતી વખતે તેમની ખાનગી કન્સલ્ટિંગ ફર્મ દ્વારા કેટલીક લિસ્ટેડ કંપનીઓ પાસેથી પેમેન્ટ લેવામાં આવ્યું છે. બુચની આ કન્સલ્ટિંગ ફર્મમાં 99 ટકા ભાગીદારી છે. હિંડનબર્ગના જણાવ્યા અનુસાર, માધબી પુરી બુચે કુલ 4 મોટી અને લિસ્ટેડ કંપનીઓ પાસેથી પેમેન્ટ લીધું હતું.
New allegations have emerged that the private consulting entity, 99% owned by SEBI Chair Madhabi Buch, accepted payments from multiple listed companies regulated by SEBI during her time as SEBI Whole-Time Member.
— Hindenburg Research (@HindenburgRes) September 11, 2024
The companies include: Mahindra & Mahindra, ICICI Bank, Dr.…
કઈ કંપનીઓ પાસેથી પેમેન્ટ લેવામાં આવ્યું?
હિંડનબર્ગ રિપોર્ટમાં જે કંપનીઓના નામ સામે આવ્યા છે તે ભારતના મોટા કોર્પોરેટ છે. આ તમામ કંપનીઓ સેબીના નિયમન હેઠળ આવે છે અને સેબી ચેરપર્સનની કન્સલ્ટિંગ ફર્મ પર આ તમામ પાસેથી પેમેન્ટ લેવાનો આરોપ છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા
ICICI બેન્ક
ડૉ રેડ્ડીઝ લેબોરેટરીઝ
પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ
સિંગાપોરમાં કન્સલ્ટિંગ ફર્મ પણ છે
ખાસ વાત એ છે કે બુચની સિંગાપોર સ્થિત કન્સલ્ટિંગ ફર્મને લગતો કોઈ કેસ હજુ સુધી બહાર આવ્યો નથી, પરંતુ ભારતીય કન્સલ્ટિંગ ફર્મ સામેના આક્ષેપોએ રોકાણકારોમાં ભારે હોબાળો મચાવ્યો છે.
માધબી પુરી બુચે હજુ સુધી આ આરોપો પર કોઈ ટિપ્પણી કરી નથી અને છેલ્લા ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા આરોપો વિશે સંપૂર્ણપણે મૌન છે. આ પહેલા પણ અદાણી ગ્રુપ સામેના આરોપોની તપાસ વચ્ચે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં સેબીના ચેરપર્સનનું નામ સામે આવ્યું હતું.
સેબી અને હિંડનબર્ગ કેસ
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં અગાઉ અદાણી ગ્રુપ પર નાણાકીય અનિયમિતતાઓ અને સ્ટોક હેરાફેરીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ બાદ સેબી પર અદાણી ગ્રુપની તપાસ યોગ્ય રીતે ન કરવાનો આરોપ પણ લાગ્યો હતો. સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ સામેની તપાસની ધીમી ગતિ અને નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ આરોપો બાદ સેબીની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ સિવાય સેબીના અધિકારીઓએ પણ ચેરપર્સન પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ટોક્સિક વર્ક કલ્ચરનો મામલો પીએસી સમક્ષ પણ પહોંચ્યો છે. આ આરોપોએ સેબીની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર સવાલો ઉભા કર્યા છે.