શોધખોળ કરો
Advertisement
બેંક ઓફ બરોડામાં નાણાં જમા કરાવવાના અને ઉપાડવાના નિયમમાં ફેરફાર, જાણો વિગતો
બેંક ઓફ બરોડામાં નાણાં જમા કરાવવાના અને ઉપાડવાના નિયમમાં ફેરફાર થયા છે. રોકડ જમા કરવા અને ઉપાડવા માટે સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે.
બેંક ઓફ બરોડામાં નાણાં જમા કરાવવાના અને ઉપાડવાના નિયમમાં ફેરફાર થયા છે. હવે ચાલુ ખાતા, ઓવરડ્રાફ્ટ , કેશ ક્રેડિટ એકાઉંટ, બચત ખાતા સિવાય અન્ય ખાતામાં રોકડ જમા કરવા અને ઉપાડવા માટે સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. ખાતામાંથી માત્ર ત્રણ વખત ફ્રીમાં નાણાં ઉપાડી કે જમા કરી શકાશે.
બેંક ઓફ બરોડામાં કરન્ટ અકાઉન્ટ, ઓવરડ્રાફટ અથવા કેશ ક્રેડિટ સહિતના અન્ય અકાઉન્ટ્સ માટે કેશ હેન્ડલિંગ ચાર્જ ચૂકવવો પડશે. દર મહિને અકાઉન્ટ દીઠ 1 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરાવવા માટે 1 હજાર રૂપિયા દીઠ ચૂકવવો પડશે એક રૂપિયો. આ ચાર્જ હશે ઓછામાં ઓછો 50 રૂપિયા અને મહત્તમ 20 હજાર રૂપિયા.
બેંક ઓફ બરોડામાં હવે નાણાં જમા કરાવવા માટે પણ ચાર્જ ચૂકવવો પડશે. કરન્ટ એકાઉન્ટ, ઓવરડ્રાફટ અથવા સીસીમાંથી મહિનામાં માત્ર 3 વાર જ ફ્રીમાં ટ્રાન્ઝેકશન કરી શકાશે. ત્યાર બાદના દરેક ટ્રાન્ઝેકશન પર ચાર્જ પેટે 50 રૂપિયા ચૂકવવા પડશે. નાણાં ઉપાડવા માટે ચોથીવારના ટ્રાન્ઝેકશન દીઠ ચૂકવવા પડશે રૂપિયા 125.
બેંક ઓફ બરોડાની ગ્રામિણ બ્રાંચના ખાતાધારકો અને પેંશનરોને થોડી રાહત મળશે. રૂરલ બ્રાંચના ખાતાધારકો, પેંશનર અને સિનિયર સિટિઝન ખાતાધારકોએ ત્રણ ટ્રાંસઝેકશન બાદ 40 રૂપિયા ચૂકવવા પડશે. આ પૂર્વે મહિનામાં 5 વખત કેશ ડિપોઝિટ પર કોઈ ચાર્જ વસુલ કરાતો ન હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement