શોધખોળ કરો

મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી EDની Razorpay પર મોટી કાર્યવાહી,   78 કરોડની ડિપોઝીટ કરી ફ્રીઝ

ચીની નાગરિકો દ્વારા નિયંત્રિત લોન એપના સંચાલન અને મની લોન્ડરિંગની તપાસ કરી રહેલા EDએ Razorpay પર મોટી કાર્યવાહી કરી છે.

ચીની નાગરિકો દ્વારા નિયંત્રિત લોન એપના સંચાલન અને મની લોન્ડરિંગની તપાસ કરી રહેલા EDએ Razorpay પર મોટી કાર્યવાહી કરી છે. EDએ પેમેન્ટ ગેટવે Razorpay  અને કેટલીક બેંકોના 78 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ Razorpay  અને કેટલીક બેંકોના પરિસરમાં દરોડા પાડ્યા બાદ આ કાર્યવાહી કરી છે. EDએ 19 ઓક્ટોબરે બેંગ્લોરમાં 5 સ્થળો પર આ દરોડા પાડ્યા હતા.

બેંગ્લોર પોલીસની સાયબર બ્રાન્ચે અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓ વિરુદ્ધ લગભગ 18 FIR નોંધી છે. આરોપ છે કે તેઓએ લોકોને ફસાવીને મોબાઈલ એપ દ્વારા લોન તરીકે નાની રકમ આપી હતી. પછી બળજબરીથી વસૂલી અને હેરાનગતિ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લોન એપ્સ ચીનથી ઓપરેટ કરવામાં આવે છે. આરોપી સંસ્થાઓએ કથિત રીતે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભારતીય લોકોને ડમી ડિરેક્ટર બનાવ્યા હતા અને પછી ગેરકાયદેસર રીતે નાણાં એકત્ર કર્યા હતા.

કરોડો રૂપિયાના વ્યવહારો પ્રકાશમાં આવ્યા બાદ EDએ એન્ટ્રી કરી હતી

સાયબર પોલીસની તપાસ બાદ ખબર પડી કે આ લોન એપ્સ દ્વારા કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. પૈસા શંકાસ્પદ રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ EDએ કેસની તપાસ હાથ ધરી હતી. ED એ જણાવ્યું હતું કે આરોપી સંસ્થાઓ પેમેન્ટ ગેટવે અને બેંકો સાથેના વિવિધ મર્ચન્ટ ID/એકાઉન્ટ્સ દ્વારા તેમનો શંકાસ્પદ/ગેરકાયદેસર વ્યવસાય કરી રહી હતી. તે બનાવટી દસ્તાવેજોના આધારે KYC કરીને ગેરકાયદેસર નાણાં ઉઘરાવતી હતી. EDએ આ ચીની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત એકમોના મર્ચન્ટ આઈડી (પેમેન્ટ ગેટવેમાં રાખવામાં આવેલ) અને બેંક ખાતાઓમાં રૂ. 78 કરોડની રકમ પણ જપ્ત કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 95 કરોડથી વધુ રકમ જપ્ત કરવામાં આવી છે.

કોવિડ લોકડાઉનથી EDના નિશાના પર Razorpay

ED અનુસાર, પેમેન્ટ ગેટવે Razorpay કોરોના લોકડાઉન 2020 થી કેન્દ્રીય એજન્સીના નિશાના પર છે. Razorpay માંથી કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થવાની આશંકા છે. ED અનુસાર, ભૂતકાળમાં PMLA હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. લોન એપ દ્વારા નિર્દોષ લોકોને લોન આપીને ફસાવવામાં આવે છે. તેમની પાસેથી બળજબરીથી લોન વસૂલ કરવામાં આવે છે. જો તેઓ ભારે વ્યાજને કારણે તેને પરત કરવામાં નિષ્ફળ જાય છે, તો તેઓ તેમના જીવનનો અંત લાવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે જે લોકો લોન એપથી લોન વસૂલ કરે છે તેઓ તેમને ધમકાવીને હેરાન કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
Embed widget