શોધખોળ કરો

1 એપ્રિલથી થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો, બેંકિંગથી લઈને ટેક્સ અને પોસ્ટ ઓફિસ સુધીના નિયમો બદલાશે

1 એપ્રિલથી પોસ્ટ ઓફિસની કેટલીક યોજનાઓના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

Changes from 1st April 2022: નવું નાણાકીય વર્ષ 1લી એપ્રિલ 2022થી શરૂ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, તમારા પૈસા સંબંધિત ઘણા ફેરફારો થવાના છે, તેથી તમારે 1 તારીખ પહેલા આ બધા ફેરફારો વિશે જાણવું જોઈએ, જેથી તમને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય. તેમાં પોસ્ટ ઓફિસથી લઈને બેંકિંગ અને રોકાણ સુધીના ઘણા નિયમો સામેલ છે. ચાલો તમને તેમના વિશે વિગતવાર જણાવીએ-

પોસ્ટ ઓફિસ યોજનામાં થઈ રહેલા ફેરફારો

1 એપ્રિલથી પોસ્ટ ઓફિસની કેટલીક યોજનાઓના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. 1 એપ્રિલથી લાગુ થતા નિયમો હેઠળ હવે ગ્રાહકોએ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અને મંથલી ઈન્કમ સ્કીમમાં રોકાણ કરવા માટે સેવિંગ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટ ખોલાવવું પડશે. આ સાથે, નાની બચતમાં જમા રકમ પર અગાઉ જે વ્યાજ મળતું હતું, તે હવે પોસ્ટ ઓફિસના બચત ખાતા અથવા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ સાથે, પહેલાથી અસ્તિત્વમાં છે તે બેંક ખાતા અથવા પોસ્ટ ઓફિસ ખાતાને પોસ્ટ ઓફિસના નાના બચત ખાતા સાથે લિંક કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

એક્સિસ બેંકે આ નિયમ બદલ્યો છે

એક્સિસ બેંકે બચત ખાતા માટે માસિક બેલેન્સની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરી છે. બેંકના આ નિયમો 1લી એપ્રિલ 2022થી લાગુ થશે.

PNBનો આ નિયમ પણ બદલાયો

PNBએ જાહેરાત કરી છે કે 4 એપ્રિલથી બેંક પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ, ચકાસણી વિના ચેકની ચુકવણી શક્ય નથી અને આ નિયમ રૂ. 10 લાખ કે તેથી વધુના ચેક માટે ફરજિયાત છે. PNBએ તેની સત્તાવાર વેબસાઇટ પર આ નિયમ વિશે માહિતી આપી છે.

1 એપ્રિલથી ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ

કેન્દ્ર સરકારે બજેટમાં ક્રિપ્ટો ટેક્સ વિશે માહિતી આપી હતી. 1 એપ્રિલથી સરકાર વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (VDA) અથવા ક્રિપ્ટો પર પણ 30 ટકા ટેક્સ લગાવશે. આ સિવાય, જ્યારે પણ ક્રિપ્ટો એસેટ વેચવામાં આવે છે, તો તેના વેચાણ પર 1% TDS પણ કાપવામાં આવશે.

ઘર ખરીદનારાઓને આંચકો લાગશે

તમને જણાવી દઈએ કે 1 એપ્રિલથી ઘર ખરીદવું મોંઘુ થઈ જશે. કેન્દ્ર સરકાર પહેલીવાર ઘર ખરીદનારાઓને કલમ 80EEA હેઠળ ટેક્સ છૂટનો લાભ આપવાનું બંધ કરવા જઈ રહી છે.

દવાઓ મોંઘી થશે

આ સિવાય પેઈન કિલર, એન્ટીબાયોટીક્સ, એન્ટી વાઈરસ જેવી ઘણી દવાઓની કિંમતોમાં 10 ટકાથી વધુનો વધારો થશે. સરકારના આ નિર્ણય બાદ 800 થી વધુ દવાઓના ભાવ વધશે.

ગેસ સિલિન્ડર મોંઘા થઈ શકે છે

તમને જણાવી દઈએ કે સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. માનવામાં આવે છે કે 1 એપ્રિલે સરકાર ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
Embed widget