GST slab: પાન મસાલા, સિગારેટ અને ગુટખા થશે મોંઘા, જાણો કોના પર લાગશે 40 ટકા 'સ્પેશ્યલ જીએસટી'
GST Council meeting: GST અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે GST હેઠળ ફક્ત બે સ્લેબ 5 ટકા અને 18 ટકા હશે

GST Council meeting: GST અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે GST હેઠળ ફક્ત બે સ્લેબ 5 ટકા અને 18 ટકા હશે, જેનો અર્થ એ છે કે 12 ટકા અને 28 ટકા હેઠળ આવતી બધી વસ્તુઓને આ બે સ્લેબમાં મર્જ કરવામાં આવશે. ઉપરાંત, કેટલીક હાનિકારક વસ્તુઓ પર ઊંચા દર લાદવામાં આવશે. GST કાઉન્સિલની બેઠકમાં તમાકુ ઉત્પાદનો પર 40 ટકા કર લાદવા પર સર્વસંમતિ બની છે. ચાલો જાણીએ કે કયા ઉત્પાદનો પર 40 ટકા કર લાદવામાં આવશે.
આ વસ્તુઓ પર 40 ટકા કર
સુપર લક્ઝરી વસ્તુઓ
પાન મસાલા
સિગારેટ ગુટખા
ચાવવાની તમાકુ
જરદા
એડેડ સુગર, કાર્બોનેટેડ પીણાં
એરક્રોફ્ટ પર્સનલ યુઝ થતી વસ્તુઓ
લક્ઝરી કાર
ફાસ્ટ ફૂડ
40 ટકા કર સિવાય આ વસ્તુઓ પર કોઈ અન્ય સરચાર્જ કે સેસ લાદવામાં આવશે નહીં. GST કાઉન્સિલ કહે છે કે જો કોઈપણ વસ્તુ પર GST 40 ટકા સુધી પહોંચે છે તો તેના પર કોઈ અલગ સેસ કે સબટેક્સ લાદવામાં આવતો નથી. જોકે, આ વસ્તુઓ પર 40 ટકા GST ક્યારે લાદવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી. તેની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.
નોંધનીય છે કે GST કાઉન્સિલની 56મી બેઠક બુધવારે નવી દિલ્હીમાં શરૂ થઈ હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે હવે ફક્ત બે GST સ્લેબ રહેશે, જે 5 ટકા અને 18 ટકા હશે. આનો અર્થ એ થયો કે હવે 12 અને 28 ટકા સ્લેબ દૂર કરવામાં આવશે. આમાંની મોટાભાગની વસ્તુઓને 5 ટકા અને 18 ટકા સ્લેબમાં મર્જ કરવામાં આવશે, જે સામાન્ય માણસ માટે મોટી રાહત છે.
આ નવા કર માળખા હેઠળ ઘણી વસ્તુઓ પર ટેક્સ અથવા તો સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે અથવા તેમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે.
- શૂન્ય (Zero) GST સ્લેબ: UHT દૂધ, પનીર, પિઝા બ્રેડ, રોટલી અને પરાઠા જેવી ખાદ્ય ચીજોને હવે સંપૂર્ણપણે કરમુક્ત કરવામાં આવી છે.
- 5 ટકા GST સ્લેબ: રોજિંદા વપરાશની વસ્તુઓ જેવી કે વાળનું તેલ, ટોઇલેટ સાબુ, શેમ્પૂ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સાયકલ, ટેબલવેર અને રસોડાના વાસણો પર હવે 5ટકા ટેક્સ લાગશે. આ ઉપરાંત, નમકીન, ભુજિયા, ચટણી, પાસ્તા, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ચોકલેટ, કોફી, માખણ અને ઘી જેવી ખાદ્ય વસ્તુઓ પણ આ સ્લેબમાં સામેલ છે. ઊર્જા સંબંધિત ઉત્પાદનો જેવા કે પવનથી ચાલતા ઇલેક્ટ્રિક જનરેટર, સોલાર વોટર હીટર અને સોલાર સેલ પર પણ ટેક્સ ઘટાડવામાં આવ્યો છે.





















