(Source: ECI/ABP News/ABP Majha)
સમય પહેલા બંધ કરાવા માંગો છો Personal loan, જાણી લો આનાથી તમારા ક્રેડિટ સ્કૉર પર શું અસર પડે છે........
પર્સનલ લૉન લેતા સમયે પ્રી-ક્લૉઝર અને પાર્ટ પેમેન્ટ કે પાર્શિયલ પેમેન્ટની જાણકારી જરૂર લેવી જોઇએ. આજે અમે તમને આ બન્ને વિશે બતાવી રહ્યાં છીએ. ખરેખરમાં પર્સનલ લૉન ત્રણ રીતે બંધ થઇ શકે છે.
Personal loan: અચાનક પૈસાની જરૂર પડે ત્યારે સૌથી પૈસા મેળવવાનો બેસ્ટ ઓપ્શન છે પર્સનલ લૉન. પર્સનલ લૉન લેતા સમયે પ્રી-ક્લૉઝર અને પાર્ટ પેમેન્ટ કે પાર્શિયલ પેમેન્ટની જાણકારી જરૂર લેવી જોઇએ. આજે અમે તમને આ બન્ને વિશે બતાવી રહ્યાં છીએ. ખરેખરમાં પર્સનલ લૉન ત્રણ રીતે બંધ થઇ શકે છે.
રેગ્યૂલર ક્લૉઝર-
આમાં કસ્ટમર દર મહિને EMI ચૂકવે છે. નક્કી સમયમાં પુરુ પેમેન્ટ થઇ જવા પર EMI બંધ થઇ જાય છે.
લૉનનો છેલ્લો હપ્તો ચૂકવ્યા બાદ લૉન ક્લૉઝર માટે બેન્કનો સંપર્ક કરવો જોઇએ.
આ માટે કસ્ટમર કેરમાં પણ વાત કરી શકાય છે. આ ઉપરાંત મેઇલ દ્વારા વાતચીત કરી શકાય છે.
પ્રી-ક્લૉઝર-
લૉનની સમયમર્યાદા સમાપ્ત થયા પહેલા જ્યારે કોઇ વ્યક્તિ લૉન ચૂકવે છે, તો આને પ્રી-ક્લૉઝર કહેવામાં આવે છે.
કેટલીક સંસ્થાઓ લૉનના પ્રી-ક્લૉઝર પર ચાર્જ લગાવે છે.
બેન્કોમાં અલગ અલગ લૉક-ઇન પીરિયડ હોય છે, જેનાથી પહેલા કોઇપણ લૉન બંધ કરી શકે છે.
બેન્ક વ્યાજ રકમ પર થયેલા નુકશાનને પુરુ કરવા માટે પ્રી-ક્લૉઝર ચાર્જ લે છે.
આને લઇને બેન્કના અલગ અલગ નિયમ છે.
કેટલીક બેન્ક પ્રી-ક્લૉઝરને લઇને કોઇ ચાર્જ નથી વસૂલતી.
જો તમે પ્રી-ક્લૉઝર કરવા ઇચ્છો છો, તો તમારે બેન્ક સાથે વાતચીત કરવી જોઇએ.
આંશિક ચૂકવણી-
જો તમે ઇચ્છો છો કે લૉનની ચૂકવણી જલ્દીથી થઇ જાય તો વચ્ચે વચ્ચે આંશિક ચૂકવણી કરી શકાય છે.
આંશિક ચૂકવણીના બે ફાયદા થાય છે, તમારી ઇએમઆઇ ઘટી જશે કે પછી લૉન પીરિયડ ઘટી જશે. આમાથી શું પસંદ કરવુ છે તે તમારા પર નિર્ભર કરે છે.
એક બીજી ખાસિયત એ છે કે આંશિક ચૂકવણી વચ્ચે કેટલીય વાર કરી શકાય છે.
શું અસર પડે છે ક્રેડિટ સ્કૉર પર-
એ ધ્યાનમાં રાખે કે આંશિક ચૂકવણી કે પ્રી-પેમેન્ટ ક્લૉઝરને લઇને બેન્ક ચાર્જ પણ વસૂલે છે, તો ઇન્ટરેસ્ટમાં નેટ પ્રૉફિટ તે ચાર્જથી ક્યાંય વધુ હોય છે.
જાણકારોનુ કહેવુ છે કે પ્રી-ક્લૉઝરની તરત અસર નથી દેખાતી.
પરંતુ લાંબા સમયે આની ક્રેડિટ સ્કૉર પર નેગેટિવ અસર પડે છે.
જો તમારે ક્રેડિટ સ્કૉર પહેલાથી જ સારો છે તો આ ઓપ્શન પસંદ કરી શકાય છે.
જો તમારો ક્રેડિટ સ્કૉર સુધરી રહ્યો છે, તો તે સ્થિતિમાં પ્રી-ક્લૉઝરથીત બચવુ જોઇએ.