Bank Holiday in November 2024: નવેમ્બરમાં ૧૩ દિવસ બૅન્કો બંધ રહેશે, જુઓ રજાની સંપૂર્ણ યાદી
સાપ્તાહિક વિરામ ઉપરાંત નવેમ્બરમાં ઘણા તહેવારો પણ છે. તેમ જ વિધાનસભા ચૂંટણીઓના કારણે બૅન્ક રજાઓ વધારવામાં આવી છે. આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલી બૅન્ક રજાઓની યાદી મુજબ:
Novembr 2024 Bank Holidays: વર્ષનો બીજો અંતિમ મહિનો એ નવેમ્બર એક વખત ફરી શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિને ઘણા શહેરોમાં સાપ્તાહિક વિરામ ઉપરાંત અનેક દિવસો બૅન્કો બંધ રહેશે. ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)એ નવેમ્બરની બૅન્ક રજાઓની યાદી જાહેર કરી છે. જો તમે પણ જીવનચક્ર પ્રમાણપત્ર (લાઇફ સર્ટિફિકેટ) ભરવા અથવા કોઇ અન્ય કાર્ય માટે બૅન્કમાં જવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે એક વાર બૅન્ક રજાઓની યાદી (બૅન્ક હોલિડે ચેક) ચેક કરી લેવી જોઇએ.
નવેમ્બરમાં કયા અવસરો પર બૅન્કો બંધ રહેશે
સાપ્તાહિક વિરામ ઉપરાંત નવેમ્બરમાં ઘણા તહેવારો પણ છે. તેમ જ વિધાનસભા ચૂંટણીઓના કારણે બૅન્ક રજાઓ વધારવામાં આવી છે. આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલી બૅન્ક રજાઓની યાદી મુજબ:
- ૧ નવેમ્બર ૨૦૨૪ ના રોજ દિવાળી અમાવસ્યાના કારણે અગરતલા, બેલાપુર, બેંગલુરુ, દેહરાદૂન, ગેંગટોક, ઇમ્ફાલ, જમ્મુ, મુંબઇ, નાગપુર, શિલોંગ, શ્રીનગરની બૅન્કો બંધ રહેશે.
- ૨ નવેમ્બર ૨૦૨૪ ના રોજ બલિ પ્રતિપદાના પર્વના કારણે અહમદાબાદ, બેલાપુર, બેંગલુરુ, દેહરાદૂન, ગેંગટોક, જયપુર, કાનપુર, મુંબઇ, નાગપુર, લખનઉની બૅન્કો બંધ રહેશે.
- ૭ નવેમ્બર ૨૦૨૪ ના રોજ છઠ્ઠ પર્વના અવસર પર કોલકાતા, પટના, રાંચીની બૅન્કોમાં કોઈ કામકાજ નહીં થાય.
- ૮ નવેમ્બર ૨૦૨૪ ના રોજ છઠ્ઠ પર્વના કારણે પટના, રાંચી, શિલોંગની બૅન્કો બંધ રહેશે.
- ૧૨ નવેમ્બર ૨૦૨૪ ના રોજ ઈગાસ બગવાલના અવસર પર દેહરાદૂનની તમામ બૅન્કો બંધ રહેશે.
- ૧૫ નવેમ્બર ૨૦૨૪ ના રોજ ગુરુ નાનક જયંતીના અવસર પર અહમદાબાદ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, દેહરાદૂન, તેલંગાના, ઇટાનગર, જયપુર, જમ્મુ, કાનપુર, કોહિમા, કોલકાતા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શ્રીનગર, શિમલાની બૅન્કો બંધ રહેશે.
- ૧૮ નવેમ્બર ૨૦૨૪ ના રોજ કનકદાસના કારણે બેંગલુરુની બૅન્કો બંધ રહેશે.
- ૨૩ નવેમ્બર ૨૦૨૪ ના રોજ સેંગ કટ્સનેમના અવસર પર શિલોંગની બૅન્કો બંધ રહેશે.
બૅન્કોનો સાપ્તાહિક વિરામ
દરેક રવિવારે અને મહિનાના બીજા તથા ચોથા શનિવારે તમામ બૅન્કો બંધ રહે છે. આ હિસાબથી નવેમ્બરમાં ૩, ૧૦, ૧૭, ૨૪ ના રવિવારે બૅન્કો બંધ રહેશે. તેમ જ ૯ (બીજો શનિવાર) અને ૨૩ (ચોથો શનિવાર) ના રોજ બૅન્કો બંધ રહેશે.
આ દિવસે પણ બૅન્કો બંધ રહેશે
આ મહિને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આ બંને રાજ્યોમાં ૧૩ નવેમ્બર અને ૨૦ નવેમ્બરના રોજ મતદાન થશે. આ મતદાનના દિવસોએ આ રાજ્યોની બૅન્કો બંધ રહેશે.
આ પણ વાંચોઃ