શોધખોળ કરો
કોરોનાની અસર: IndiGoના કર્મચારીઓના વેતનમાં કરાયો ઘટાડો, CEO પણ 25 ટકા ઓછો પગાર લેશે
કર્મચારીઓને ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે, આવકમાં મોટો ઘટાડો થતાં હવે એરલાઈન્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય દાવ પર છે. આર્થિક સંકટને પહોંચી વળવા માટે કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવો પડશે.

નવી દિલ્હી: કોરોના વાયરસની અસર વિશ્વની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. એરલાઈન્સ ઈન્ડસ્ટ્રી પણ તેની અસર જોવા મળી રહી છે એવામાં IndiGo એરલાઈન્સે પોતાના કર્મચારીઓના વેતનમાં ઘટાડો કરવાનો નિર્યણ લીધો છે. IndiGoના સીઈઓ રોનોજોય દત્તાએ ઈમેલ દ્વારા કર્મચારીઓના વેતનમાં 5 થી 25 ટકા સુધી ઘટાડો કરવાની જાણકારી આપી હતી. સાથે કહેવામાં આવ્યું છે કે, 1 એપ્રિલથી ખુદ સીઈઓ પોતાની સેલેરીમાં 25 ટકા ઘટાડો કરી રહ્યાં છે.
આ પહેલા મંગળવારે એર ઈન્ડિયાએ પોતાના પાયલટો અને કેબિન ક્રૂ મેમ્બર્સ સહિત તમામ કર્મચારીઓના એલાઉન્સેસમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો.
ઈન્ડિગોના સીઈઓ રોનોજોય દત્તાએ કહ્યું કે તેઓ ખુદ 25 ટકા ઓછી પગાર લઈ રહ્યાં છે. સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને તેની ઉપરના કર્મચારી 20 ટકા, વાઈસ પ્રેસિડેન્ટ અને કૉકપિટ ક્રૂ 15 ટકા, AVP અને બેન્ડ ડીના કર્મચારીઓ સાથે સાથે કેબિન ક્રૂના કર્મચારી 10 ટકા સેલેરી લેશે. જ્યારે બેન્ડ સીના કર્મચારીઓની સેલેરી 5 ટકા ઘટાડો કરવામાં આવશે.
ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે, આવકમાં મોટો ઘટાડો થતાં હવે એરલાઈન્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય દાવ પર છે. આર્થિક સંકટને પહોંચી વળવા માટે કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવો પડશે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement