શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના વાયરસની અસર, Ola પોતાના 1400 કર્મચારીઓની કરશે છટણી
Olaના સીઈઓએ કહ્યું કે, મહામારીના કારણે છેલ્લા 2 મહિનામાં કંપનીને મોટું આર્થિક નુકસાન થયું છે. રાઈડ્સ, નાણાકીય સેવા અને ખાદ્ય કારોબારથી કંપનીની આવકમાં 95 ટકાનો ઘટાડો થયો છે.
નવી દિલ્હી : સ્વિગી અને ઝમાટો બાદ ઓનલાઈન કેબ બુકિંગ સેવા આપતી Ola કંપનીએ 1400 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે, કોરોના વાયરસના કારણે મોટું આર્થિક નુકસાન ઉઠાવવું પડ્યું છે.
Olaના સીઈઓ ભાવેશ અગ્રવાલે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે છેલ્લા 2 મહિનામાં કંપનીને મોટું આર્થિક નુકસાન થયું છે. રાઈડ્સ, નાણાકીય સેવા અને ખાદ્ય કારોબારથી કંપનીની આવકમાં 95 ટકાનો ઘટાડો થયો છે. આવી પરિસ્થિતિમાં કંપની પોતાના 1400 કર્મચારીઓની છટણી કરી રહી છે. કર્મચારીઓને એક મેલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યા છે વેપારનું ભવિષ્ય ખૂબજ અસ્પષ્ટ અને અનિશ્ચિત છે.
અગ્રવાલ અનુસાર મહામારીની અસર લાંબા સમય સુધી રહેશે. તેમણે કહ્યું કે, “ખાસ કરીને અમારા બિઝનેસ પર વાયરસની ખૂબજ ખરાબ અસર પડી રહી છે. ” તેમણે કહ્યું કે, કોરોના સંકટનું સૌથી મોટું નુકસાન કંપનીના લાખો ડ્રાઈવર અને તેમના પરિવારની આજિવિકાને થયું છે. તેથની કંપનીએ 1400 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion