Retail Inflation Data: માર્ચ મહિનામાં છૂટક ફુગાવાનો દર 5 ટકાથી આવી ગયો નીચે, જાણો વિગતે
Retail Inflation Data: છૂટક ફુગાવાનો દર 5 ટકાથી નીચે આવી ગયો છે. માર્ચ 2024માં છૂટક ફુગાવાનો દર ઘટીને 4.85 ટકા થઈ ગયો છે, જે ફેબ્રુઆરી 2024માં 5.09 ટકા હતો.
Retail Inflation Data: છૂટક ફુગાવાનો દર 5 ટકાથી નીચે આવી ગયો છે. માર્ચ 2024માં છૂટક ફુગાવાનો દર ઘટીને 4.85 ટકા થઈ ગયો છે, જે ફેબ્રુઆરી 2024માં 5.09 ટકા હતો. માર્ચ મહિનામાં ખાદ્ય મોંઘવારી દરમાં પણ ઘટાડો થયો છે અને તે ફેબ્રુઆરી 2024માં 9.19 ટકાની સરખામણીએ ઘટીને 8.52 ટકા પર આવી ગયો છે.
Month-to-Month change (%) based on All India Consumer Price Index (CPI) and Consumer Food Price Index (CFPI) for the month of March 2024. #KnowYourStats #DataForDevelopment #CPI #Retailinflation pic.twitter.com/d1w15bmryR
— Ministry of Statistics & Programme Implementation (@GoIStats) April 12, 2024
ફુગાવાનો દર 5 ટકાથી નીચે
આંકડા મંત્રાલયે શુક્રવાર, એપ્રિલ 12, 2024 ના રોજ માર્ચ 2024 માટે છૂટક ફુગાવાના દરના ડેટા જાહેર કર્યા છે. આ ડેટા અનુસાર માર્ચ મહિનામાં છૂટક મોંઘવારી દર ઘટીને 4.85 ટકા પર આવી ગયો છે જે ફેબ્રુઆરી 2024માં 5.09 ટકા હતો. માર્ચ 2023માં છૂટક ફુગાવાનો દર 5.66 ટકા હતો. માર્ચ મહિનામાં છૂટક મોંઘવારી દરમાં ઘટાડો થયો છે અને ખાદ્ય મોંઘવારી દરમાં પણ ઘટાડો થયો છે અને તે 9 ટકાથી નીચે સરકી ગયો છે. માર્ચ મહિનામાં ખાદ્ય ફુગાવાનો દર 8.52 ટકા હતો જે ફેબ્રુઆરી 2024માં 8.66 ટકા હતો. માર્ચ 2023માં ખાદ્ય ફુગાવાનો દર 4.79 ટકા હતો.
દાળની મોંઘવારી ચિંતાનો વિષય
ખાદ્યપદાર્થોનો ફુગાવો ઘટ્યો હોવા છતાં શાકભાજી અને કઠોળમાં મોંઘવારી હજુ પણ ઊંચી છે. લીલોતરી અને શાકભાજીનો ફુગાવાનો દર માર્ચ 2024માં 26.38 ટકા હતો, જે ફેબ્રુઆરી 2024માં 30.25 ટકા હતો. આમાં થોડો ઘટાડો થયો છે. કઠોળનો મોંઘવારી દર વધ્યો છે અને માર્ચમાં તે 18.99 ટકા હતો જે ફેબ્રુઆરીમાં 18.90 ટકા હતો. અનાજ અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર 7.90 ટકા રહ્યો છે જે ફેબ્રુઆરીમાં 7.60 ટકા હતો. મસાલાનો મોંઘવારી દર 11.43 ટકા રહ્યો છે જે ફેબ્રુઆરીમાં 13.51 ટકા હતો. ફળોનો ફુગાવો 2.67 ટકા રહ્યો છે જે ફેબ્રુઆરીમાં 4.83 ટકા હતો. તો ખાંડનો મોંઘવારી દર 6.73 ટકા અને ઈંડાનો ફુગાવાનો દર 9.59 ટકા રહ્યો છે.
મોંઘવારી દર આરબીઆઈના ટોલરેંસ બેન્ડથી દૂર
છૂટક ફુગાવો 5 ટકાની નીચે આવી ગયો છે, જો કે તે હજુ પણ આરબીઆઈના 4 ટકાના ટોલરેંસ બેન્ડથી ઉપર છે. નાણાકીય નીતિની જાહેરાત કરતા, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ક્લાઈમેન્ટ ચેન્જ અને વૈશ્વિક ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાની સાથે, સપ્લાય ચેઇન પડકાર રહે છે, જેના કારણે ખાદ્ય ચીજોની કિંમતો પર નજર રાખવાની જરૂર છે.