શોધખોળ કરો

PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 

પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય છે. અત્યાર સુધી 21 દેશોએ પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરેશિયસના પ્રવાસે છે. આ દરમિયાન મોરેશિયસના વડાપ્રધાને પીએમ મોદીને તેમના સર્વોચ્ચ પુરસ્કાર ગ્રૈંડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઈન્ડિયન ઓશનથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય છે. અત્યાર સુધી 21 દેશોએ પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે.

PM મોદી મોરેશિયસની બે દિવસીય મુલાકાતે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમ ગોખુલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. મંગળવારે સવારે બે દિવસની રાજકીય મુલાકાતે મોરેશિયસ પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ 'સ્ટેટ હાઉસ' ખાતે ગોખુલને મળ્યા હતા.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું,  મોરેશિયસના રાષ્ટ્રપતિ મહામહિમ ધરમબીર ગોખુલ સાથે ખૂબ જ સારી બેઠક થઈ. તેઓ ભારત અને ભારતીય સંસ્કૃતિથી સારી રીતે પરિચિત છએ. મોરેશિયના રાષ્ટ્રીય દિવસની ઉજવણીનો ભાગ બનવા માટે મને આમંત્રણ આપવા બદલ મેં આભાર વ્યક્ત કર્યો. અમે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ પ્રોત્સાહન આપવાની રીતો પર ચર્ચા કરી.

PM મોદીએ મોરેશિયસના વડાપ્રધાનને ખાસ ભેટ આપી

આ પહેલા વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મીટિંગ દરમિયાન, બંને નેતાઓએ ભારત અને મોરેશિયસ વચ્ચેના વિશેષ અને નજીકના દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવા પર વિચારો પર આદાન-પ્રદાન કર્યું હતું.  વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેમણે બંને દેશો વચ્ચેના સહિયારા ઈતિહાસ અને બંને દેશોના લોકો વચ્ચેના મજબૂત સંબંધોને યાદ કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં બીજી વખત મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવી તેમના માટે સન્માનની વાત છે. વડા પ્રધાન મોદીએ વિશેષ સન્માન તરીકે રાષ્ટ્રપતિ ગોખુલ અને પ્રથમ મહિલા વૃંદા ગોખુલને OCI કાર્ડ આપ્યા હતા. તેમણે મહાકુંભમાંથી પિત્તળ અને તાંબાના વાસણોમાં સંગમનું પવિત્ર જળ રાષ્ટ્રપતિ ગોખુલને ભેટ સ્વરૂપે આપ્યું હતું. મોદીએ બિહારનું સુપરફૂડ મખાના પણ ગોખુલને ભેટ કર્યું હતું. 

ભારત માટે મોરેશિયસ કેમ મહત્વપૂર્ણ છે?

ભારત મોરેશિયસના સૌથી મોટા વેપારી ભાગીદારોમાંનો એક છે. 2023-24 માટે સિંગાપોર પછી મોરેશિયસ ભારતમાં સીધા વિદેશી રોકાણનો બીજો સૌથી મોટો સ્ત્રોત હતો. 2015 પછી વડાપ્રધાન મોદીની મોરેશિયસની આ પહેલી મુલાકાત છે. વડાપ્રધાન મોદીની વર્તમાન મુલાકાત વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે. આ મુલાકાત દરમિયાન ભારત અને મોરેશિયસ વચ્ચેના વેપારને વધુ મજબૂત બનાવવા માટે ઘણા નવા પ્રોજેક્ટ્સ શરૂ થઈ શકે છે. ભારત મોરેશિયસમાં માળખાગત સુવિધાઓ, ડિજિટલ ટેકનોલોજી અને આરોગ્ય સેવાઓમાં રોકાણ કરી રહ્યું છે, જે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget