Crude Price Latest Update: તહેવારોમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ! 2022માં પ્રથમ વખત ક્રુડ ઓઈલના બેરલનો ભાવ 85 ડોલર નીચે
ભારતની જનતા માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. બુધવારના ટ્રેડિંગ સેશનમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
Crude Price Latest Update: ભારતની જનતા માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. બુધવારના ટ્રેડિંગ સેશનમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરી 2022ના 8 મહિનામાં પ્રથમ વખત ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 85 ડોલરની નીચે આવી ગયા છે. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $85 થી નીચે આવી ગઈ છે. હાલમાં WTI ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 83.72 ડોલરની નીચે આવી ગઈ છે. તો બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 90 ડોલરની નીચે આવી ગઈ છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં કેમ ઘટાડો થયો?
ડૉલરની મજબૂતી અને વૈશ્વિક માંગમાં ઘટાડાની શક્યતાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકી યુરોપમાં મંદી અને ચીનમાં માંગ ઘટવાની સંભાવનાને કારણે કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે. યુરોપમાં ઊર્જા સંકટ વધી રહ્યું છે. જેના કારણે મંદીનું સંકટ છે. બીજી તરફ ચીનના ઘણા શહેરોમાં ફરીથી લોકડાઉન લાદવામાં આવ્યું છે, જેનાથી ઇંધણની માંગ ઘટી શકે છે. જેના કારણે કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે. માનવામાં આવી રહ્યું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાનું આ વલણ આગળ પણ ચાલુ રહી શકે છે. કાચા તેલના ભાવમાં આ ઘટાડો ભારતને મોટી રાહત આપી શકે છે. તમને જણાવી દઈએ કે, ભારત તેના વપરાશના 80 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે.
ભાવમાં ઘટાડાથી ભારતને રાહત...
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી ભારત માટે ઘણા ફાયદા છે. સરકારી ઓઈલ કંપનીઓનું નુકસાન ઓછું થશે. સામાન્ય માણસને મોંઘા પેટ્રોલ-ડીઝલથી રાહત મળશે. મોંઘા પેટ્રોલ અને ડીઝલના કારણે સરકાર સતત વિપક્ષના નિશાના પર છે. જેની સામે સરકાર આંતરરાષ્ટ્રીય બજારોમાં થયેલા ક્રૂડ ઓઈલના ભાવ વધારાને કારણ ગણાવી રહી હતી. પરંતુ જો ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાનો સિલસિલો ચાલુ રહેશે તો આગામી તહેવારોની સિઝનમાં લોકોને મોટી રાહત મળી શકે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાથી રૂપિયો પણ મજબૂત થશે. જો ડોલરની માંગમાં ઘટાડો થશે તો રૂપિયો મજબૂત થશે.