શોધખોળ કરો

Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ, 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ

Junagadh Municipal Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાની ચૂંટણી યોજાઈ છે. મહાપાલિકાના 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતાં 13 વોર્ડ માટે મતદાન ચાલી રહ્યું છે.

Junagadh Municipal Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાની ચૂંટણી યોજાઈ છે. મહાપાલિકાના 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતાં 13 વોર્ડ માટે મતદાન ચાલી રહ્યું છે. વોર્ડ નંબર 3 અને 14ના ભાજપના ઉમેદવારો બિનહરીફ થતાં 52 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 251 મતદાન મથકો પર કુલ 157 ઉમેદવારો માટે મતદાન શરૂ થયું છે.

251 મતદાન મથક પર 1424 પોલિંગ સ્ટાફ મતદાનની પ્રક્રિયામાં કાર્યરત છે. જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં કુલ 229116 મતદારો નોંધાયા છે. 117163 પુરુષ અને 111943 મહિલા અને 10 અન્ય મતદારો નોંધાયા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 113 સંવેદનશીલ બુથ અને 16 અતિ સંવેદનશીલ બુથ જાહેર કરવામાં આવ્યા છે.

શક્તિસિંહ ગોહિલે બીજેપી પર કર્યા આકરા પ્રહારો

ગુજરાતમાં લોકલ ચૂંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નગરપાલિકાની ચુંટણીને લઈને માહિતી આપી હતી.ચૂંટણી પવિત્ર પર્વ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર અને રૂપિયાના જોરે લડી રહ્યા છે.

અમુક ઉમેદવારોને કાવાદાવાઓ કરવામા સફળ થયા છે.બિન હરીફ કરાવીને મતદારોને મતદાનથી વંચિત રાખવામાં આવ્યા છે. તમે કામો કર્યા હોય તો તમે શા માટે બિન હરીફ કરાવો છો. નળ,ગટર અને રસ્તા એટલે નગર રાજ્યમાં ક્યાંય સારા નથી. 5 વર્ષ પહેલાં ચૂંટણીના પરિણામો નિરાશા જનક રહ્યા હતા.

ગઈકાલે ભાજપના નેતા 500-500 રૂપિયાની થપ્પીઓ લઈને મતદાન કરવા કહેતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. શક્તિસિંહ ગોહિલે ભાજપના નેતાઓ રૂપિયા વિતરણ કરતા હોય તેવો વિડીયો જાહેર કર્યો હતો.જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હું ગયો હતો. જૂનાગઢમાં 6 ફાટકો અને 8 રેલવે ક્રોસિંગ છે. દર વખતે ચૂંટણીમાં ભાજપ નેતાઓ રેલવે ક્રોસિંગમાંથી મુક્ત કરવામાં વાયદાઓ કરે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં જ અમેરિકાએ ટેરીફ ઘટાડવાની ના પાડી દીધી છે.  વિદેશ નીતિઓ અંગે બેઠક નિષ્ફળ ગઈ કહેવાય.આપણી સરકારે લાલ આંખ કરવાને બદલે વિદેશ મંત્રીએ સાંસદમાં ટ્રમ્પે બધું સારું કર્યું હોય તેવુ હતું.

કોલંબિયા જેવો દેશ નાગરિકોને હાથકડીઓ પહેરવા દીધી નથી.ગેરકાયદેસર હોઈ તો અમને કહો અમારું પ્લેન આવી લઈ જશે. હાથકડી પહેરાવવાની કોઈ જરૂર નથી તેવું કોલંબિયા જેવા દેશે કરી બતાવ્યું હતું, તો ભારત જેવો આવડો મોટો દેશ કેમ ન કરી શક્યો. ભારતીયોને અમદાવાદમાં ઉતારવામાં કેમ ન આવ્યા,અહીં તમે બેડીમાં જકડીને કેમ લાવ્યા,ગુજરાતની પોલીસે પણ અમેરિકાથી આવેલા લોકોને તત્કાલીક પૂછપરછ કરી હતી. દિલ્હી ચૂંટણીના પરિણામોની આ ચૂંટણી પર કોઈ અસર નહિ રહે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય રાજ્યોના મુદ્દાઓ અસર નહિ કરે. રાજકોટના કુંભમેળામાં મેયર કાર લઈને જવાના મામલે શક્તીસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પાડાઓની લડાઈમાં જાડનો સોથ વળે છે.

ભાજપના મોટા નેતાઓની લડાઈમાં નાના નેતાઓ ભોગ બને છે. સંનિષ્ઠ કાર્યકરોને રોજરોજ અપમાનિત કરવામાં આવે,ભાજપમાં ધનસંગ્રહ કરતા નેતાઓ આગળ પડતા છે.પરિવર્તન દુનિયાનો નિયમ છે. ભરત સોલંકી અને દિપક બાબરીયા અમારા સંનિષ્ઠ કાર્યકરો છે.બન્ને સારા નેતાઓ છે, તેની શક્તિનો ઉપયોગ જરૂર પડ્યે કરવામાં આવશે જ.

આ પણ વાંચો...

ટોપ સ્ટોરી

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
Embed widget