શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બિટકોઈન પર ભારતમાં લાગી શકે છે પ્રતિબંધ, રોકાણકારોમાં ફફડાટ
ભારતીય એક્સચેન્જોમાં અનેક પ્રકારની ક્રિપ્ટોકરન્સી ઉપલબ્ધ છે. તેમાં બિટકોઈન ઉપરાંત રિપલ, એથેરિયમ, લાઈટકોઈન, બિટકોઈન કેશ અને મોનેરો જેવી કરન્સી સામેલ છે.
ટેસ્લા દ્વારા બિટકોઈનમાં રોકાણની વાતથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત 44 હજાર ડોલરને પાર કરી ગઈ છે. પરંતુ ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓ આ રેલીમાં સામેલ થવાથી અચકાઈ રહ્યા છે. આ રોકાણકારોમાં એવી આશંકા છે કે સરકાર બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લઈ શકે છે. ભારતમાં એવા રોકાણકારો કે જેમણે બિટકોઈન અથવા એવી જ કોઈ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું છે તેઓ હવે કાયદાકીય મદદ લેવાનું શરૂ કરી દીધુ છે.
મંગળવારે નાણામંત્રી નિર્મલા સીતરમણે કહ્યું હતું કે, એક હાઈ લેવલ કમિટીએ સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ક્રિપ્ટોકરન્સીને છોડીને તમામ પર પ્રતિબંધ લગાવાવની ભલામણ કરી છે. એક અંદાજ અનુસાર દેશમાં દોઢથી બે કરોડ ડોલરની ક્રિપ્ટોકરન્સી ખરીદવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણની મંજૂરી આપી છે
ભારતમાં પહેલા આરબીઆઈએ બિટકોઈન ટ્રેડિંગની મંજૂરી આપવાની ના પાડી દીધી હતી પંરતુ વિતેલા વર્ષે સુપ્રીમ કોર્ટના એક નિર્ણયે આરબીઆઈના એ નિર્ણયને ખત્મ કરી દીધો, જેમાં બેંકો અને નાણાંકીય સંસ્થાઓને ક્રિપ્ટોકરન્સી માટે બેન્કિંગ સુવિધા આપવાથી રોકી દેવામાં આવ્યા હતા. હવે જ્યારે એલન મસ્કની કંપનીએ બિટકોઈનમાં મોટા રોકાણની જાહેરાત કરી છે તો લોકોનું ધ્યાન ફરી એક વખત આ ક્રિપ્ટોકરન્સી તરફ છે અને તેમાં ખરીદી વધી ગઈ છે.
દેશમાં અનેક પ્રકારની ક્રિપ્ટોકરન્સી ઉપલબ્ધ
ભારતીય એક્સચેન્જોમાં અનેક પ્રકારની ક્રિપ્ટોકરન્સી ઉપલબ્ધ છે. તેમાં બિટકોઈન ઉપરાંત રિપલ, એથેરિયમ, લાઈટકોઈન, બિટકોઈન કેશ અને મોનેરો જેવી કરન્સી સામેલ છે. ઇન્ડિયન એક્સચેન્જોમાં ત્રણ પ્રકારના બિટકોઈન ઉપલબ્ધ છે. તેમાં બાઈયૂકોઈન, લોકલ બિટકોઈન અને યૂનોકોઈન સામલે છે. બાઈયૂકોઈનની કિંમત 36,07,500 રૂપિયાની ઉપર ચાલી રહી છે. બીજી અનેક કંપનીઓએ પણ બિટકોઈનમાં રોકાણ કર્યું છે. માઈક્રોસ્ટ્રેટેજી ઇંકે 1.1 બિલિયન ડોલર તેના પર ખર્ચ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion