GST Provision: સોમવારથી ગુજરાતની 500થી વધુ મીલો દાળ અને ચોખાનું વેચાણ કરશે બંધ, જાણો શું છે કારણે
કેન્દ્ર સરકાર દ્વારા અનાજ-કઠોળમાં 5 ટકા જી.એસ.ટી નાખતા રાજ્યભરની દાળ મીલ અને રાઇસ મીલો સોમવારથી વેચાણ બંધ કરશે. જેનાથી વેપારીને લાખો કરોડોનું નુકશાન જશે અને સાથે સાથે સરકારને પણ જીએસટી આવક નહીં મળે.
GST Provision: કેન્દ્ર સરકાર દ્વારા અનાજ-કઠોળમાં 5 ટકા જી.એસ.ટી નાખતા રાજ્યભરની દાળ મીલ અને રાઇસ મીલો સોમવારથી વેચાણ બંધ કરશે. જી.એસ.ટીની યોગ્ય ગાઈડ લાઈન નહીં મળે ત્યાં સુધી રાજ્યની 500થી વધુ મીલો બંધ રહેશે જેનાથી વેપારીને લાખો કરોડોનું નુકશાન જશે અને સાથે સાથે સરકારને પણ જઈ.એસ.ટી આવક નહીં મળે.
નોંધનિય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જી.એસ.ટીના ટેક્સને લઈ અનેક સુધારા કર્યા છે જેમાં 5થી 12 ટકાના વધારાના ટેક્સ લેવાશે, અનાજ કઠોળની વાત કરીએ તો તેમાં 5 ટકાનો જી.એસ.ટી અમલ મુકવા દિશા નિર્દેશ અપાયા છે. સરકારે આ પહેલા અનાજ કઠોળમાં રજીસ્ટર બ્રાન્ડેડ કે જેમાં ટ્રેડ માર્ક હોય તે વસ્તુઓમાં 5 ટકા જી.એસ.ટી વસુલાતો હતો. જોકે તે બાદ 15 જુલાઈના રોજની સરકારની જી.એસ.ટી મામલે નવી ગાઈડ લાઈન જાહેર કરાઈ જેમાં રજીસ્ટર બ્રાન્ડેડ ટ્રેડમાર્ક શબ્દ કાઢીને પ્રિ પેકેજ અને લેબલ્ડ શબ્દ ઉપયોગમાં લીધો. જેમાં 5 ટકા જીએસટી લગાવવાની જાહેરાત કરાઈ છે.
જોકે સરકારની આ જાહેરાતમાં લીગલ મેટ્રોલોજી એક્ટ માની ગાઈડલાઈન લેવા જણાવાયું છે જેને કારણે જીએસટી કાઉન્સિલની સ્પષ્ટતા મળતી નથી, જોકે આ એક્ટ માં એવી પણ જોગવાઈ છે કે 100 ગ્રામથી 25 કિલોના પેક રજીસ્ટર એગ માર્ક પર 5 ટકા જી.એસ.ટી લેવો તો શું 30 કિલો કે 50 કિલોના પેક પર શુ કરવું, જો વેચાણમાં 30 કિલો ઉપર જી.એસ.ટી લેવાય અને કાલે એમ જાણવા મળે કે નહોતો લેવાનો, અથવા ન લેવાય ને સ્પષ્ટતા થાય કે દર લેવાનો હતો આવા સંજોગોમાં અનાજ મીલ માલિકો અસમંજસમાં છે. નવા નિયમની કોઈ સ્પષ્ટતા મળી નથી રહી જેને કારણે રાજ્યમાં 500થી વધુ રાઇસ મીલ અને દાળ મીલના માલિકોએ સોમવારથી વેચાણ અટકાવી દીધું છે.
દાળના વેચાણમાં અત્યારે તો તોલ માપ ખાતા અને ફૂડ સેફટી સ્ટેન્ડર્ડ ઓથોરિટીના નોમ્સમાં વેચાણ થતા દરેક પેક પર રજીસ્ટર નંબર લગાવવો જરૂરી છે. ઉત્પાદન કરતી જેતે મીલનું નામ, વજન, કસ્ટમર કેર નંબર, વજનનો લોગો જરૂરી છે જેનું વેપારીઓ પાલન કરી જ રહ્યા છે પણ સરકાર ન અનાજ કઠોળ પરના નવા જીએસટી દર ને લઈ વેપારી વર્ગ અસમંજસમાં મુકાયો છે ત્યારે રાજ્ય બહારના અનાજ કઠોળના વેપારીઓની મુંજવણ વધી છે. મીલ માલિકો સરકારનો કે જીએસટીના નવા નિયમ નો વિરોધ નથી કરી રહ્યા પણ નવી ગાઈડ લાઈન સ્પષ્ટ નથી થઈ રહી જેને કારણે આ પ્રશ્ન ઉભો થયો છે, જ્યારે પહેલી વાર સરકારે જીએસટી ધારાને અમલમાં મુક્યો હતો ત્યારે પણ આ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવયા હતા જે હવે સરકારે વહેલી તકે 15મી જુલાઈ ના રોજ નવી જીએસટી ગાઈડ લાઈન બહાર પાડી હતી તેમાં સ્પષ્ટતા જાહેર કરે તે સરકાર અને વેપારીઓ માટે જરૂરી બન્યું છે , જોકે વડોદરા હાથીખાના કહાર્ટના અનાજ કઠોળના 400 વેપારીઓએ શનિવારે બંધ પાડ્યો હતો એ 5 ટકા જીએસટી લગાવવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
રાજકોટમાં રોષ
રાજકોટમાં કઠોળમાં જીએસટી નાંખવામાં આવતાં વેપારીઓમાં રોષ છે. દાણાપીઠના વેપારીઓ દાણાપીઠ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે કઠોળમાં 5 % GST લગાવ્યો છે ત્યારે વેપારીઓમાં આક્રોશની લાગણી છે. આજે સવારથી રાજકોટના રાણાપીઠના વેપારીઓ દ્વારા સ્વયંભૂ દુકાનો બંધ રાખવામાં આવી છે. વેપારીઓના કહેવા મુજબ કઠોળ જીવન જરૂરિયાત ખાદ્ય સામગ્રી છે તેમાં GST ન હોવું જોઇએ. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ પણ દાણાપીઠના વેપારીઓ સાથે છે.
ભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે આવશ્યક ચીજવસ્તુઓ પર GST લાગશે નહીં. તેને જોતા આ વિરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે સરકારના આ પગલાથી મોંઘવારી વધુ વધશે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, બિહાર, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને દિલ્હી જેવા રાજ્યોના વેપારીઓએ ભાગ લીધો હતો.
જીએસટીના વિરોધમાં દેશભરમાં વેપારીઓની હડતાળ
દેશમાં મોંઘવારી સામે ચાલી રહેલા વિરોધમાં વધુ એક કડી ઉમેરાઈ છે. દેશભરની 7300 કૃષિ ઉપજ મંડીઓએ આજે 18મી જુલાઈથી બ્રાન્ડ વગરના પ્રી-પેકેજ અને પ્રી-લેબલવાળા લોટ, કઠોળ, દહીં, ગોળ સહિત વિવિધ ખાદ્યપદાર્થો પર 5 ટકા જીએસટીના વિરોધમાં 13,000 કઠોળની મિલો, 9,600 ચોખાની મિલો, 8,000 ચોખાની મિલો. અને 30 લાખ નાની મિલો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
બોર્ડ ઓફ ટ્રેડ ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીની એક્ઝિક્યુટિવ મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે લગભગ ત્રણ કરોડ રિટેલ ટ્રેડર્સ પણ બિઝનેસ બંધમાં ભાગ લેશે. જો કેન્દ્ર સરકાર GST પાછો નહીં ખેંચે તો આંદોલન ઉગ્ર કરવામાં આવશે. સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ બાબુલાલ ગુપ્તાએ જણાવ્યું હતું કે બિનબ્રાન્ડેડ ખાદ્યપદાર્થોને GSTના દાયરામાં લાવવા એ GSTની મૂળ ભાવનાની વિરુદ્ધ છે.