શોધખોળ કરો

નેશનલ હાઈવે પર ગંદા ટોઈલેટની ફરિયાદ કરો, FASTagમાં ઈનામ તરીકે મળશે 1000 રૂપિયાનું રિચાર્જ

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ સ્વચ્છ ભારત અભિયાનની સાથે એક નવી પહેલ શરૂ કરી છે.

NHAI:  નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ સ્વચ્છ ભારત અભિયાનની સાથે એક નવી પહેલ શરૂ કરી છે. હવે જો તમે ટોલ પ્લાઝા પર ગંદા શૌચાલય જોશો અને NHAI ને તેની જાણ કરશો તો તમને FASTag રિચાર્જના રૂપમાં 1,000 રૂપિયાનું ઇનામ મળશે. આ યોજના 31 ઓક્ટોબર, 2025 સુધી દેશભરના રાષ્ટ્રીય નેશનલ હાઈવે પર લાગુ રહેશે.

ફરિયાદ કેવી રીતે કરવી અને ઇનામ કેવી રીતે મેળવવું?

આ યોજના હેઠળ હાઇવે પ્રવાસીઓ ‘રાજમાર્ગ યાત્રી’ (Rajmargyatra)  એપના નવા વર્ઝનનો ઉપયોગ કરીને ગંદા શૌચાલયોના જીઓ-ટેગ કરેલા અને ટાઈમ-સ્ટેમ્પવાળા ફોટા અપલોડ કરી શકે છે. તેઓએ તેમનું નામ, સ્થાન, વાહન નોંધણી નંબર (VRN) અને મોબાઇલ નંબર પણ દાખલ કરવાની જરૂર પડશે. જો ચકાસણી પછી રિપોર્ટ સાચો જણાશે તો વાહનને 1,000 રૂપિયાનું FASTag રિચાર્જ આપવામાં આવશે.

ઇનામની શરતો અને નિયમો શું છે?

આ યોજનાના સમગ્ર સમયગાળા દરમિયાન દરેક વાહન નોંધણી નંબરને ફક્ત એક જ વાર ઇનામ મળશે. એક જ શૌચાલયને દિવસમાં ફક્ત એક જ વાર પુરસ્કાર માટે ધ્યાનમાં લેવામાં આવશે, ભલે બહુવિધ ફરિયાદો દાખલ કરવામાં આવે. જો એક જ દિવસે બહુવિધ લોકો એક જ શૌચાલયની ફરિયાદ કરે તો ફક્ત પ્રથમ સાચા રિપોર્ટને જ પુરસ્કાર મળશે.

સખત ફોટો ચકાસણી

NHAI એ જણાવ્યું હતું કે એપ્લિકેશન દ્વારા લેવામાં આવેલા ફક્ત સ્પષ્ટ, મૂળ અને જીઓ-ટેગ કરેલા ફોટા માન્ય રહેશે. ડુપ્લિકેટ, જૂના અથવા એડિટ કરેલી તસવીરો સ્વીકારવામાં આવશે નહીં. બધી એન્ટ્રીઓ એઆઈ (AI) અને મેન્યુઅલ ચકાસણીનો ઉપયોગ કરીને ચકાસવામાં આવશે, ખાતરી કરશે કે જે લોકો યોગ્ય રીતે રિપોર્ટ કરે છે તેમને જ પુરસ્કાર મળે.

આ યોજના ક્યાં લાગુ થશે?

આ યોજના ફક્ત NHAI દ્વારા બાંધવામાં આવેલા, સંચાલિત અથવા જાળવણી કરાયેલા શૌચાલયોને લાગુ પડશે. પેટ્રોલ પંપ, ઢાબા અથવા અન્ય ખાનગી જાહેર સ્થળો પરના શૌચાલયોને આવરી લેવામાં આવશે નહીં. આ પહેલ સ્વચ્છતાને પ્રોત્સાહન આપશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લાલ કિલ્લા બ્લાસ્ટની સૌથી મોટી કડી, NIA આ રીતે પહોંચી તે ‘લાલ કાર’ સુધી, જેને ખોલી દીધું આખુ રાજ

Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો

NIA Raid: અલકાયદા આતંકી કાવતરા મામલે 5 રાજ્યોમાં દરોડા, શંકાસ્પદ ડૉક્યૂમેન્ટ જપ્ત

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટ ગેંગવોરમાં ક્રાઈમબ્રાન્ચની કાર્યવાહી, વધુ ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ
Gujarat CM Bhupendra Patel : CMએ મંત્રીઓને શું આપી કડક સૂચના? જુઓ અહેવાલ
Gandhinagar terror case: આતંકી ડોક્ટર સૈયદના ઘરેથી મળ્યું ખતરનાક કેમિકલ
Hun To Bolish : હું તો બોલીશ : નવા નોટરીની નિમણૂક
Hun To Bolish : હું તો બોલીશ : 'કિસ્સા ખુરશી કા'
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાલ કિલ્લા બ્લાસ્ટની સૌથી મોટી કડી, NIA આ રીતે પહોંચી તે ‘લાલ કાર’ સુધી, જેને ખોલી દીધું આખુ રાજ
લાલ કિલ્લા બ્લાસ્ટની સૌથી મોટી કડી, NIA આ રીતે પહોંચી તે ‘લાલ કાર’ સુધી, જેને ખોલી દીધું આખુ રાજ
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
NIA Raid: અલકાયદા આતંકી કાવતરા મામલે 5 રાજ્યોમાં દરોડા, શંકાસ્પદ ડૉક્યૂમેન્ટ જપ્ત
NIA Raid: અલકાયદા આતંકી કાવતરા મામલે 5 રાજ્યોમાં દરોડા, શંકાસ્પદ ડૉક્યૂમેન્ટ જપ્ત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો

Delhi Blast: દિલ્હી સહિત ચાર શહેરોમાં સીરિયલ બ્લાસ્ટનો હતો પ્લાન! એકઠા કર્યા હતા IED, તપાસમાં ખુલાસો

અમેરિકાએ ભારત સહિત સાત દેશોની 32 કંપનીઓ અને લોકો પર લગાવ્યો પ્રતિબંધ, ઈરાનના મિસાઈલ કાર્યક્રમમાં મદદનો આરોપ

અમરેલી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ગૌવંશનું કતલ કરનારા ત્રણને આજીવન કેદ

Embed widget